Rajkot Rain : ઉપલેટામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

Rajkot Rain : ઉપલેટામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 10, 2025 | 2:55 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજકોટના ઉપલેટમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજકોટના ઉપલેટમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અસહ્ય ઉકળાટથી સ્થાનિકોને રાહત મળી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. આ ઉપરાંત કપાસ, મગફળી, સોયાબીન, તુવેર અને એરંડાનો પાક થશે તેવી સંભાવના છે.

વલસાડમાં વરસ્યો ધોધમાર વરસાદ

બીજી તરફ આજે વહેલી સવારથી જ વલસાડમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યાં છે. વલસાડના MG રોડ, છીપવાડ હનુમાન મંદિર, દાણા બજારમાં પાણી ભરાયા છે. વહેલી સવારથી વરસાદના કારણે પાણી ભરાતા વાહનચાલકોને પરેશાની ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો