આજનું હવામાન : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, જુઓ Video

આજનું હવામાન : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, જુઓ Video

| Updated on: Oct 07, 2025 | 8:03 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી 7 દિવસ હજુ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. 12 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી 7 દિવસ હજુ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. 12 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ 7 અને 8 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 8 ઓક્ટોબર બાદથી વરસાદી વાતાવરણ હળવું થાય તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીવત જોવા મળ્યો છે. આવતીકાલથી વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. દરિયાકાંઠે 40 થી 50 કિમી પ્રતિકલાકની ઝડપી પવન ફૂંકાઈ શકે છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો