આજનું હવામાન : નવા વર્ષે માવઠાની આફત ! દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વરસાદી સંકટ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વરસાદી સંકટ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ બાદ રાજ્યમાં માવઠાનો કહેર જોવા મળી શકે છે. 11 કરતા વધુ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 7 દિવસથી વરસાદ પડી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં વરસાદની જ શકયતાઓ રહેશે.ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આમ આગામી દિવસોમાં ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે.
નવા વર્ષે માવઠાની આફત !
ગુજરાતના અનેક વિસ્તારોમાં નવા વર્ષે પણ વરસાદના મંડાણ રહેશે. હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે. તે ખુબ જ ચિંતા વધારનારી છે. સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોની વધી શકે છે. ધરતીપુત્રો પર માવઠાની આફત વરસી શકે છે. એટલું જ નહીં 25 ઓક્ટોબર બાદ તો રાજ્યમાં ચોમાસા જેવો જ માહોલ જામી શકે છે. જેમા માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે.
