Dahod: આ ગામમાં પાકો રોડ જ નથી! કાદવવાળા રસ્તે નનામી લઇ જતા દુ:ખદ દ્રશ્યો આવ્યા સામે

દાહોદના જાલત ગામમાં વરસાદ બાદ લોકોની આવ-જા માટેના કાચા રસ્તાઓ એટલી હદે ખરાબ થઈ ગયા છે કે લોકોને નનામી લઈ જવી હોય તો પણ ભારે મુશ્કેલી પડી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 11:03 PM

દાહોદના (Dahod) જાલત ગામમાં વરસાદમાં લોકોને ખુબ મુશ્કેલી પડી રહી છે. વરસાદ બાદ એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ખુબ દુખદ છે. વરસાદ (Rain) બાદ રસ્તાની હાલત એટલી ખરાબ થઇ ગઈ છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભારે વરસાદના કારણે લોકોની આવ-જા માટેના કાચા રસ્તાઓ એટલી હદે ખરાબ થઈ ગયા છે કે લોકોને નનામી લઈ જવી હોય તો પણ ભારે મુશ્કેલી પડી રહી છે.

આશરે 300 ઘરની વસ્તીવાળા જાલતમાં પાકા રસ્તાઓના અભાવે ગામના લોકો કાદવ-કીચડ ખૂંદીને નનામી લઈ જવા મજબૂર બન્યા છે. ચોંકાવનારા સાથે સાથે દુઃખની લાગણી ઉત્પન્ન કરનારા દ્રશ્યો આ ગામમાંથી સામે આવ્યા છે. આ ગામના ભુરીયા ફળીયા વિસ્તારમાં પાકો રસ્તો જ ન હોવાથી લોકોને મરણ પ્રસંગે સ્મશાન જવું હોય કે પછી દર્દીને હોસ્પિટલ લઈ જવો હોય, દરેક કામ એક પડકાર બની ગયા છે. રસ્તે ચાલવું એટલે તેમને ભારે હાલાકી ભોગવવાનો સમય છે. ગામલોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં રસ્તો બનાવવાની કામગીરી માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે. નાનકડા ગામના લોકો સુધી હજુ આ સુવિધા પહોંચી નથી.

દાહોદમાં અને ગુજરાતમાં ઠેર ઠેર પાક્કા રસ્તા તો ખરાબ થઇ ગયા છે ત્યારે વિચારી શકાય છે કે કાચા રસ્તાની શું હાલત થતી હશે. અને આવા સમયે નનામી લઇ જતા જે જાલત ગામના દ્રશ્યો સામે આવ્યા છે તે હૃદય કંપાવનારા છે.

 

 

આ પણ વાંચો: Dahod: આ ગામમાં ડેન્ગ્યુ, કોલેરા, મેલેરિયા વધતા લોકોમાં ફફડાટ, ગંદકીની ફરિયાદ સામે તંત્ર બહેરું

આ પણ વાંચો: રોડ સેફ્ટીમાં સુધારા માટે ગડકરીએ આપ્યું આ સુચન, પાઈલટની જેમ ટ્રક ડ્રાઈવરોને ગાડી ચલાવવા માટે નક્કી હોવા જોઈએ કલાક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">