Ahmedabad: ધોધમાર વરસાદ બાદ શહેરમાં ફરીએકવાર પાણી ભરવાની થઈ શરૂઆત, શિવરંજની બ્રિજ સહિત આ વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની થઇ શરૂઆત થઈ ગઈ છે. શહેરના શિવરંજની બ્રિજ પાસે પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 5:44 PM

Ahmedabad: અમદાવાદમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની થઇ શરૂઆત થઈ ગઈ છે. શહેરના શિવરંજની બ્રિજ પાસે પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે વેજલપુરના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. શહેરના ઘાટલોડિયા, રાણીપ, વાડજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એસ.જી.હાઇવે પર સર્વિસ રોડમાં પાણી ભરાયા હતા. બોપલ અને ઘૂમા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો જ્યારે વેજલપુર, સેટેલાઇટ, શિવરંજની વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.જોધપુર, બોડકદેવ, પાલડીમાં અને પૂર્વમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

બે દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અત્યારસુધી સીઝનનો 84.26 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી (Gujarat Rain) માહોલ જામ્યો છે. ત્યારે હવે આજે અને કાલે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે બે દિવસ એટલે કે આજે અને કાલે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

15 અને 16 ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ થઈ સક્રિય છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરની અસરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવાઇ રહી છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગના મતે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. અરબી સમુદ્રમાં દબાણ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">