સાત ધારાસભ્યો ગુજરાત કોંગ્રેસને કરશે બાય બાય ! રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કર્યુ ક્રોસ વોટિંગ, હાઈ કમાન્ડ સ્તબ્ધ

એક તરફ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા પોતાની પકડ મજબૂત કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના જ ધારાસભ્યોએ NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મુ તરફ મતદાન કરતા હવે કોંગ્રેસમાં ગાબડા પડવાના સંકેત મળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 1:30 PM

દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (Presidential election) જંગી અંતરથી ઐતિહાસિક જીત મેળવી છે. એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુને (Draupadi Murmu) 64 ટકા વોટ મળ્યા જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને માત્ર 36 ટકા જ સમર્થન મળી શક્યું. લગભગ 10 કલાક સુધી ચાલેલી મત ગણતરી બાદ દ્રૌપદી મુર્મુને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) એક મોટો ઝટકો મળ્યો છે. ગુજરાત કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને દ્રૌપદી મૂર્મુને જીત અપાવી છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસને પોતાના જ કયા નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યુ હશે તે શોધવુ મુશ્કેલ બની ગયુ છે.

કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી 178 ધારાસભ્યોએ મત આપ્યા હતા. જેમાંથી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 121 મત મળ્યા છે, જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને 57 મત મળ્યા છે. જોકે, ગુજરાતમાં કોંગ્રેસના 63 ધારાસભ્યો છે અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે તેના કુલ 64 વોટ થાય છે. આમ, કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સ્પષ્ટ થયું છે.

કોંગ્રેસમાં ગાબડા પડવાના સંકેત

એક તરફ ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની પકડ મજબૂત કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના જ ધારાસભ્યોએ NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મુ તરફ મતદાન કરતા હવે કોંગ્રેસમાં ગાબડા પડવાના સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા હવે તેમના ભાજપ તરફી જવાના જાણે સંકેત મળી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. જો કોંગ્રેસ કોઈ મોટા પગલાં નહીં ભરે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેને મોટો ફટકો પડી શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">