અરવલ્લીમાં ટ્રક ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા, કોંગ્રેસના સમર્થન સાથે ચક્કાજામ કર્યો
દેશભરમાં ટ્રક ચાલકોએ હીટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ કર્યો છે. જેની અસર ગુજરાતમાં પણ પડી રહી છે, રાજ્યના અનેક વિસ્તારોમાં ટ્રક ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શન કર્યુ છે. અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. અરવલ્લીમાં કોંગ્રેસે ટ્રક ચાલકોના વિરોધમાં સમર્થન કરતા કાર્યકરો જોડાયા હતા.
અરવલ્લીમાં સતત બીજા દિવસે ટ્રક ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ભિલોડામાં ટ્રક ચાલકોએ વિરોધ કરતા રસ્તા પર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો. ટ્રક ચાલકોના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા અને વિરોધને સમર્થન આપ્યુ હતુ. હીટ એન્ડ રનના નવા કાયદાને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેની અસર સ્થાનિક વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પહોંચ્યા, સુંદર ટાપુને નવા વર્ષે અનેક સુવિધાઓની ભેટ આપી
ટ્રક ચાલકોએ નવા કાયદામાં સજા સહિતની જોગવાઈઓના મામલે વિરોધ કરીને કાયદામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં ટીંટોઈ, મોડાસા, ધનસુરા સહિતમાં મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ચાલી રહ્યો છે. પરંતુ બે દિવસથી ટ્રકોના પૈડા થંભી ગયા છે.
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 02, 2024 07:53 PM