શું કોરોનાને કારણે વધી રહ્યા છે હાર્ટ એટેક ? નિષ્ણાતોનું શું માનવું છે, જુઓ વીડિયો
શું કોરોનાના કારણે વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સાઓ. આ મુદ્દે હજુ સુધી કોઇ રિપોર્ટ તો સામે નથી આવ્યો. પરંતુ પ્રથમ વખત સરકાર તરફથી જે સંકેત સામે આવ્યા છે. તેનાથી લાગી રહ્યું છે કે કોરોનાના કારણે હાર્ટ એટેકના કેસ વધ્યા છે. ત્યારે જુઓ શું છે કોરોના અને હાર્ટ એટેક વચ્ચે સંબંધ અને શું ખરેખર કોરોનાથી વધી રહ્યા છે હાર્ટએટેકના કિસ્સાઓ ?
ICMRના અભ્યાસ પ્રમાણે જે લોકોને સીવિયર કોવીડ થયો હોય અને તેનો સમય વધુ ના થયો હોય. એવી સ્થિતિની અંદર એમણે અધિક પરિશ્રમના કરવો જોઇએ. એમણે પોતાના આરોગ્યની ચિંતા કરવી જોઇએ. આ લોકોએ સખ્ત મહેનત, સખ્ત દોડવું. એવા કામોથી એક ચોક્કસ સમય માટે એક બે વર્ષ માટે દૂર રહેવું જોઇએ. જેથી હાર્ટ એટેકથી દૂર રહી શકાય.
રાજ્યમાં હાલ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. 13 વર્ષના બાળકથી લઇને 63 વર્ષના આધેડ સુધીના લોકો હાર્ટ એટેકના શિકાર થઇ રહ્યા છે. ત્યારે અત્યાર સુધી હાર્ટ એટેક અને કોરોના વચ્ચે સીધા સંબંધની વાતોથી ઈન્કાર કરનારી સરકારે પ્રથમ વખત માન્યું છે કે જે લોકોને ગંભીર કોરોના થયો હતો એ લોકોએ હાલ એકથી 2 વર્ષ માટે સખ્ત મહેનત કરવી જોઇએ નહીં.
આરોગ્ય પ્રધાને ICMRની એક રિસર્ચનો હવાલો આપ્યો છે અને કહ્યું કે ICMRએ રિસર્ચમાં નોંધ્યું છે કે જે લોકો કોરોનાથી ગંભીર રીતે પીડિત હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કરવાનું પડતું મૂકવું જોઈએ. તેમણે એક કે બે વર્ષ માટે કસરત કે જિમથી બ્રેક લેવો જોઈએ. જેથી હાર્ટ એટેકને ટાળી શકાય.
આ પણ વાંચો : મકાન બન્યું મોતનું કારણ, અમદાવાદમાં પોતાના ઘરનુ સપનું અધૂરું રહેતા આધેડે કર્યો આપઘાત
અત્યાર સુધી ICMRનો સંપૂર્ણ રિપોર્ટ સામે નથી આવ્યો. WHOએ પણ કોરોનાના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. તે મુદ્દે કોઇ ખુલાસો કર્યો નથી. જો કે આ વચ્ચે આરોગ્ય પ્રધાને પોતાના નિવેદનમાં કોરોના અને હાર્ટના કિસ્સાઓને જોડી દીધા છે.
