ખેતરમાં ઘાસચારો વાઢવા દરમિયાન 20 વર્ષની યુવતીનુ હાર્ટ એટેકથી મોત, પાલનપુરની ઘટના
યુવાન વયે જ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. પાલનપુરના આકેસણ ગામની વીસ વર્ષીય યુવતી પોતાના ખેતરમાં પશુઓ માટે ઘાસ વાઢવાનુ કામ કરી રહી હતી એ દરમિયાન જ તે ઢળી પડી હતી. યુવતી ઢળી પડતા તેના પરિવારજનોએ તેને તુરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ તેનુ મોત નિપજ્યુ હોવાનુ તબીબોએ જણાવ્યુ હતુ. આમ ઉત્તર ગુજરાતમાં વધુ એક વ્યક્તિએ યુવાન વયે જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે.
અદ્રશ્ય દુશ્મનનો ફફડાટ દિવસેને દિવસે વધારે ઘેરો બની રહ્યો છે. રાજ્યમાં દરરોજ ઓછી ઉંમરે હ્રદયરોગના હુમલાથી મોત નિપજવાના કિસ્સાઓનુ પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં માત્ર 20 વર્ષની યુવતીને હાર્ટએટેક ભરખી ગયો છે. યુવતીને હાર્ટએટેક આવતા જ તે મોતને ભેટી હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ પશુપાલકો માટે સારા સમાચાર, સાબરડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જાણો
આકેસણ ગામની એક 20 વર્ષીય યુવતી ખેતરમાં ઘાસચારો કાપવા દરમિયાન ઢળી પડી હતી. યુવતી ઢળી પડતા જ તેને તુરત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યા તેનુ મોત નિપજ્યુ હોવાના સમાચાર મળ્યા હતા. ખેતરમાં ઘાસચારો પશુઓ માટે કાપવા દરમિયાન જ યુવતીને અસ્વસ્થતા લાગી હતી અને તે ખેતરમાં જ ઢળી પડી હતી. જેને લઈ આસપાસમાંથી તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે ખસેડી હતી.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
