Heart Attack Breaking Video : રાજ્યમાં હાર્ટ એટેકનો કેર, નવરાત્રી દરમિયાન 36 લોકોના મોત 760થી વધુ કેસ નોંધાયા
રાજ્યમાં નવરાત્રિ દરમિયાન જોવા મળ્યો હાર્ટ એટેકનો કેર જોવા મળ્યો હતો.નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકથી 36 લોકોનાં મોત થયા છે. જ્યારે કુલ 766 કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ સાંજે 6 વાગ્યાથી રાતના બે વાગ્યા સુધીના અરસામાં નોંધાયા છે. જેમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મોતના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં 3, સૌરાષ્ટ્રમાં 16, દક્ષિણ ગુજરાતમાં 15 લોકોનાં મોત થયા હતા.
Heart Attack Death : રાજ્યમાં નવરાત્રિ દરમિયાન જોવા મળ્યો હાર્ટ એટેકનો કેર જોવા મળ્યો હતો.નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકથી 36 લોકોનાં મોત થયા છે. જ્યારે કુલ 766 કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ સાંજે 6 વાગ્યાથી રાતના બે વાગ્યા સુધીના અરસામાં નોંધાયા છે. જેમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Rajkot Video : રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત, CCTVમાં કેદ થઈ LIVE હાર્ટ એટેકની ઘટના
મોતના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં 3, સૌરાષ્ટ્રમાં 16, દક્ષિણ ગુજરાતમાં 15 અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં 2 લોકોનાં મોત થયા હતા. ગુજરાતમાં રોજના આ 8 કલાકના અરસામાં સરેરાશ 85 ફોન આવતા હોવાનું સામે આવ્યુ હતુ. નવરાત્રીમાં અમદાવાદ શહેરમાં રોજના 22 કાર્ડિયાક સંબંધિત ઈમર્જન્સી કોલ આવ્યા હતા. કાર્ડિયાક ઉપરાંત વાહન અકસ્માત,ચક્કર ખાઇને પડી જવું સહિતના નવ દિવસમાં રોજના સરેરાશ 4 હજાર 161 કોલ 8 કલાકના અરસામાં નોંધાયા હતા.
નવ દિવસમાં રોજના સરેરાશ 4 હજાર 161 કોલ નોંધાયા
108 ઈમરજન્સી સેવાના સૂત્રો અનુસાર રાજ્યમાં નવરાત્રીમાં હ્રદય રોગ સંબંધિત 766 કેસ નોંધાયા હતા.આ કોલ સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યાના સમયગાળામાં આવ્યા હતા.જેમાં 15 ઓક્ટોબરે 75 કોલ, 16 ઓક્ટોબરે 92 કોલ, 17 ઓક્ટોબરે 69 કોલ, 18 ઓક્ટોબરે 109 કોલ,19 ઓક્ટોબરે 102 કોલ, 20 ઓક્ટોબરે 76 કોલ, 21 ઓક્ટોબરે 70 કોલ, 22 ઓક્ટોબરે 82 કોલ અને 23 ઓક્ટોબરે 93 કોલ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 201 કેસ નોંધાયા હતા.
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
