કોમર્શિયલ ગરબાની મંજૂરી માટે આયોજકોએ હાઈકોર્ટમાં કરેલી અરજીની આજે સુનાવણી, શું મળશે મંજૂરી?

પાર્ટી પ્લોટમાં થતા આયોજન પર સરકારે પ્રતિબંધ મુકેલ છે. જેને લઈને આય્પ્જકોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજ્ય સરકારે શરતી મંજૂરી સાથે શેરી ગરબાને મંજૂરી આપી છે તો પાર્ટી પ્લોટને કેમ નહીં?

રાજ્યમાં નવલાં નોરતાની શરૂઆત થઇ ગઈ છે. જોકે નોરતાં સાથે પાર્ટી પ્લોટમાં થતા આયોજન પર પ્રતિબંધને લઇને વિવાદ પણ સર્જાયો છે. રાજ્ય સરકારે શરતી મંજૂરી સાથે શેરી ગરબાને મંજૂરી આપી છે. ત્યારે આ મંજૂરીને હથિયાર બનાવી ખાનગી ગરબા આયોજકોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અને શેરી ગરબાને મંજૂરી તો પાર્ટી પ્લોટને કેમ નહીં ? તેવો સરકારને સવાલ પૂછ્યો છે.

અરજદારની અરજી મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. અગાઉ થયેલી સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર પણ કોર્ટમાં આજે પોતાનો જવાબ રજૂ કરી શકે છે. ત્યારે હાઇકોર્ટ પાર્ટી પ્લોટમાં ગરબાંને મંજૂરી આપશે કે કેમ તેને લઇને સૌની નજર કોર્ટના ચુકાદા પર મંડાઇ છે.

મહત્વપૂર્ણ છે કે ખાનગી ગરબા આયોજકોએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં નિયમોના ચુસ્ત પાલનની તૈયારી દર્શાવી હતી. સાથે રસીના બંને ડોઝ લેનારા ખેલૈયાઓને જ પ્રવેશ આપવાની પણ તૈયારી દર્શાવી હતી. ત્યારે જોવાનું એ રહે છે કે કોર્ટ હવે આ અરજી પર શું સંજ્ઞાન લે છે.

 

આ પણ વાંચો: અમિત શાહનો ગુજરાત પ્રવાસ: વિવિધ કામોના લોકાર્પણ, શિલાન્યાસ બાદ સાંજે આ મંદિરમાં આરતી કરશે અમિત શાહ

આ પણ વાંચો: રોડ-ખાડા અને AMC! હવે અમદાવાદના રસ્તાઓના રિસરફેસિંગ માટે AMC ખર્ચશે આટલા કરોડ રૂપિયા

Click on your DTH Provider to Add TV9 Gujarati