રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણાનું આરોગ્ય તંત્ર સતર્ક, હોસ્પિટલોને પણ સજ્જ કરવામાં આવી

ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 90 જેટલા બેડ અને 6 વેન્ટીલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ઉપલેટામાં 50 બેડની વ્યવસ્થા છે.. જેમાં 5 વેન્ટીલેટર, 29 ઓક્સિજન અને 16 સાદા બેડનો સમાવેશ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 7:24 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)ઓમિક્રોન(Omicron)વેરિઅન્ટના ખતરાને લઈને રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જેમાં ડેપ્યુટી કલેક્ટરનો દાવો છે કે ધોરાજી, ઉપલેટા, જામકંડોરણાનું તંત્ર કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા સજ્જ છે. તેમજ વિદેશથી આવતા તમામ લોકોના RTPCR ટેસ્ટ કરાય છે અને તમામને 8 દિવસ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે.

જ્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 90 જેટલા બેડ અને 6 વેન્ટીલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ઉપલેટામાં 50 બેડની વ્યવસ્થા છે.. જેમાં 5 વેન્ટીલેટર, 29 ઓક્સિજન અને 16 સાદા બેડનો સમાવેશ થાય છે. તો બીજીતરફ જામકંડોરણાની કન્યા છાત્રાલયના DCHC સેન્ટરમાં 264 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે.જેમાંથી 105 બેડ ઓક્સિજનવાળા છે..હોસ્પિટલમાં 24 કલાક ઓક્સિજનની વ્યવસ્થા શરૂ કરાઈ છે.

આ દરમ્યાન રાજકોટ શહેરમાં ડેલ્ટા વાયરસથી કોરોનાના પોઝિટિવ કેસ વધ્યાનું સામે આવ્યું છે. જો કે શહેરમાં ઓમિક્રોનના ત્રણ શંકાસ્પદ કેસ નેગેટીવ આવતા તંત્ર માટે રાહત થઈ છે. તેમ છતાં ડેલ્ટાના કેસ વધે તો તેના માટે આરોગ્ય તંત્ર સજ્જ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે કોવિડ માટે ૮૪૦ અને બાળકો માટે ૩૦૦ બેડ અનામત રખાયા છે. તેમજ તમામ બેડ ઓક્સિજનવાળા થાય તેવું તંત્રનું આયોજન છે.

આ પણ વાંચો : કચ્છ : હવામાન વિભાગની 2 દિવસ ભારે ઠંડીની આગાહી વચ્ચે નલિયામાં 4.6 ડીગ્રી તાપમાન નોંધાયુ

આ પણ વાંચો : ગુજરાત BJPના નેતાઓ ઉત્તરપ્રદેશ જવા રવાના, 165 નેતાઓને વિધાનસભાની ચૂંટણીમાં અપાઈ આ જવાબદારી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">