Gujarat Election 2022 ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે વિરમગામમાં કર્યુ મતદાન, ભાજપની જીત થવાનો કર્યો દાવો

Gujarat assembly election 2022: વિરમગામ બેઠકના ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યું છે. ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે વિરમગામના ચંદ્રનગરના મત કેન્દ્રમાં મતદાન કર્યુ હતું. વિરોધમાં પોસ્ટર લાગવા મુદ્દે તેમણે કહ્યું કે, વિરોધ થવો જોઈએ તો દોડવાની મજા આવે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 1:24 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે. વહેલી સવારથી જુદા જુદા મતદાન મથક પર લોકો મતદાન કરવા ઉમટી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો અને દિગ્ગજ નેતાઓ પણ મત આપી રહ્યા છે. વહેલી સવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં અને ગૃહ પ્રધાન અમિત શાહે નારણપુરામાં મતદાન કર્યુ છે. જે પછી વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે પણ મતદાન કર્યુ છે. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ભાજપની જીત થવાનો દાવો વ્યક્ત કર્યો હતો.

વિરમગામ બેઠકના ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યું છે. ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે વિરમગામના ચંદ્રનગરના મત કેન્દ્રમાં મતદાન કર્યુ હતું. મત આપ્યા બાદ  હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, 2012 અને 2017ની ચૂંટણીમાં સ્થિતિ અલગ હતી. પરંતુ હવે 2022માં લોકોનો ઉત્સાહ વધુ હોવાથી વિરમગામમાં ભાજપની જીત થશે. વધુમાં વિરોધમાં પોસ્ટર લાગવા મુદ્દે કહ્યું, વિરોધ થવો જોઈએ તો દોડવાની મજા આવે. મહત્વનું છે કે  મતદાનના એક દિવસ પહેલા પણ સ્થાનિક સ્તરે વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ થયો હતો. ત્યારે આ વખતે વિરમગામ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે.

તો આ પહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેેલે પણ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે, કોંગ્રેસથી કંટાળી ગયેલા લોકો આ વખતે વિરમગામમાં પરિવર્તન લાવશે. કિંજલ પટેલે કહ્યું કે, 10 વર્ષથી વિરમગામમાં ભલે કોંગ્રેસની સીટ રહી હોય. પરંતુવિરમગામમાં 10 વર્ષથી વિકાસના કામો ન થતા લોકો હવે કોંગ્રેસથી ત્રસ્ત છે. જેથી આ પરિસ્થિતિને બદલવા લોકો પરિવર્તન લાવશે. જે 8 ડિસેમ્બરે જોવા મળશે. તો હાર્દિકના માતાએ કહ્યું વિરમગામના દિકરાને લોકો જીત અપાવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">