વડોદરા હરણી દુર્ઘટના, બાળકોને સૌપ્રથમ મદદ કરનાર વ્યક્તિએ વર્ણવી શરુઆતની પરિસ્થિતિ, જુઓ
વડોદરાના હરણી તળાવની ઘટનામાં સૌથી પહેલા બચાવ માટે પ્રયાસ કરનાર વ્યક્તિએ ટીવી9 પર બતાવી. તળાવ નજીક ચાની કિટલીએ ચા પીવા માટે આવેલા વ્યક્તિએ બચાવ માટે સૌથી પહેલા પ્રયાસ કર્યો હતો. તેઓએ સહિયારો પ્રયાસ કર્યો હતો. તેઓએ ઘટનાને નજર સામે જોઈ હતી, જેમણે આખીય ઘટનાનું વર્ણન કર્યુ હતુ.
હરણી તળાવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બોટ ઉંધી વળી જતા મોતને ભેટ્યા છે. આ ઘટના બની ત્યારે તેને સૌથી પહેલા મદદ માટે પ્રયાસ કરવા માટે પુરષોત્તમ પટેલ નામની વ્યક્તિ દોડીને પહોંચી હતી. પુરષોત્તમભાઈ ચા પીવા માટે તળાવ નજીક કિટલી પર આવ્યા હતા. જ્યાં શરુઆતમાં બે મહિલાઓએ બૂમો પાડતા તેઓ દોડતા તળાવ તરફ તરફ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: વિદેશમાં MBBS અભ્યાસ માટે એડમીશનના બહાને છેતરપિંડી, અમદાવાદની એજન્સી સામે ફરિયાદ
તેઓએ કહ્યુ હતુ કે, તેઓ સ્થાનિક હરણી ગામના છે. અમે સામે હોટલ થઈને પાછળના ભાગે પહોંચ્યા હતા. અમારી સાથે બીજા છોકરા ચાર પાંચ હતા. બધાએ મળીને બચાવ માટે પ્રયાસ કર્યો હતો, જોકે બે ચાર લોકો જે નીકળી શક્યા એમને અમે જીવતા બહાર નિકાળ્યા હતા. અમે અન્ય ક્રેનની મદદથી બાદમાં બોટ સીધી કરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 19, 2024 07:27 PM
