Rajkot : હાઈટેક પોલીસ સ્ટેશન ! રાજ્યના પ્રથમ આધુનિક પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય ગૃહ પ્રધાન કરશે ઉદ્ધાટન

પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ DCP, એસીપી, 2 પીઆઈ સહિતના અધિકારીઓની (Officers)  અલગ- અલગ આધુનિક ચેમ્બરો પણ તૈયાર કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 26, 2022 | 8:38 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) 29 મે ના રોજ રાજકોટમાં બનેલા રાજ્યના પ્રથમ આધુનિક ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમ પોલીસ (Cyber crime police station) સ્ટેશનનું ઉદ્ધાટન કરશે. તમને જણાવી દઈએ કે, બન્ને પોલીસ સ્ટેશન વિદેશી ટેકનોલોજીથી સજ્જ છે. પોલીસ સ્ટેશનમાં આરોપીના ઈન્વેસ્ટીગેશન માટે ખાસ રૂમ તૈયાર કરાયો છે.ઉપરાંત ક્રાઇમ DCP, એસીપી, 2 પીઆઈ સહિતના અધિકારીઓની(Officers)  અલગ અલગ આધુનિક ચેમ્બરો તૈયાર કરાઈ છે.

સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવા રાજ્ય સરકાર સજ્જ

રાજ્યના પોલીસ (Gujarat Police) કર્મીઓને માળખાકીય સવલતો પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને અનેક વિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જે અંતર્ગત આગામી 29 મે ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah) ના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં રાજકોટના હાઈટેલ પોલીસ સ્ટેશન સિવાય ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે.આ ઉપરાંત એ જ દિવસે અમદાવાદના નારણપુરા ખાતે દુનિયાના વિકસીત દેશોમાં જે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ છે તેવું અદભૂત અધ્યતન ટેક્નોલોજીથી યુક્ત નિર્માણ થનાર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ખાત મુર્હુત પણ કરવામાં આવનાર છે.

મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવા તથા આરોપીઓને ઝડપથી સજા થાય તે માટે સૌરાષ્ટ્ર વિસ્તારના નાગરિકોને સુવિધા પુરી પાડવા રાજકોટ ખાતે અધ્યતન ટેક્નોલોજીથી સજ્જ નવુ સાયબર ક્રાઇમ યુનિટ ઉભુ કરાયુ છે. જેમાં ઇન્ટોગ્રેશન રૂમમાં વિડીયો કેમેરા સાથે ઓડિયો થેરાપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati