Rain News : છેલ્લા 24 કલાકમાં 132 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધારે ખેડાના કપડવંજમાં વરસ્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની અને અંબાલાલ પટેલની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદે રમઝટ બોલાવી છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની અને અંબાલાલ પટેલની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદે રમઝટ બોલાવી છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી સૌથી વધારે વરસાદ ખેડાના કપડવંજમાં નોંધાયો છે.
22 તાલુકામાં ખાબક્યો 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં ખેડાના કપડવંજમાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો છે.ત્યારે ભાવનગરના તળાજામાં 3.11 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ સાબરકાંઠાના તલોદમાં પણ 2.7 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ નવસારી અને વિસનગરમાં 2 ઈંચ વરસા પડ્યો છે. જ્યાં 22 તાલુકામાં 1 ઈંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
