ભારત સરકાર દ્વારા ખરીફ- રવિ પાક 2022-23 તુવેર, ચણા અને રાયડાના ટેકા ના ભાવે ખરીદી શરૂ કરવામાં આવનાર છે. મહેસાણા માં આગામી 10 માર્ચથી તુવેર, ચણા અને રાયડા ની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. જેના માટે ખેડૂતો આગામી 28 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેથી ખરીદી સમયે ખેડૂતો ને પણ કોઈ અગવડતા ના પડે. ખરીફ પાકોના ટેકાના ભાવ જોઈએ તો, પ્રતિ ક્વિન્ટલ તુવેર 6,600, ચણા 5,335 અને રાયડો રૂપિયા 5 હજાર 450ના ભાવે ખરીદી કરવામાં આવશે.
ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને એડવાન્સ નોંધણી માટે ખેતીવાડી અધિકારીએ સૂચના આપી દીધી છે.ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે એડવાન્સ નોંધણી કરાવવા અપીલ પણ કરવામાં આવી છે. જેથી ખેડૂતો મહત્તમ લાભ લઈ શકે.
આ પણ વાંચો : Gujarat હાઇકોર્ટે આણંદ સિવિલ હોસ્પિટલના કામમાં વિલંબ અંગે સરકાર પાસે જવાબ માંગ્યો