Gujarati Video : અમદાવાદ રિવરફ્રન્ટ પર 60 કરોડના ખર્ચે બન્યુ મલ્ટીલેવલ પાર્કિંગ, AMC 15 માર્ચે જનતા માટે મુકશે ખુલ્લુ

Ahmedabad News : AMC 15 માર્ચે આ મલ્ટીલેવલ પાર્કિંગ ખુલ્લું મુકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ઈવેન્ટ ગ્રાઉન્ડની સામેની બાજુ આ સ્માર્ટ પાર્કિંગની સુવિધા તૈયાર કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 3:27 PM

ટૂંક જ સમયમાં અમદાવાદીઓને શહેરના સૌથી મોટા મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા મળશે. રિવરફ્રન્ટ ઉપર અંદાજે 60 કરોડના ખર્ચે પાર્કિંગ સુવિધા તૈયાર થઈ ગઈ છે. AMC 15 માર્ચે આ મલ્ટીલેવલ પાર્કિંગ ખુલ્લું મુકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ઈવેન્ટ ગ્રાઉન્ડની સામેની બાજુ આ સ્માર્ટ પાર્કિંગની સુવિધા તૈયાર કરવામાં આવી છે. અહીં 1000 કાર માટેના પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે.

અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ

અમદાવાદના રિવરફ્રન્ટ પર 8 માળનું મલ્ટીલેવલ પાર્કિંગ શરૂ થતાં પાર્કિંગની સમસ્યાથી રાહત મળશે. આ પાર્કિંગની એક ખાસિયત એ પણ છે કે અહીં રેમ્પ નહીં હોય, સંપૂર્ણપણે ઓટોમેટેડ પદ્ધતિથી પાર્ક થશે. અહીં ઇલેક્ટ્રિક કાર માટે અલગથી પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છે. તો પાર્કિંગ ચાર્જ ઓનલાઈન અને રોકડ પણ ચૂકવી શકાશે. અટલબ્રિજ અને રીવરફ્રન્ટ ગાર્ડનને જોડતું મલ્ટીલેવલ પાર્કિંગ અમદાવાદીઓ પાર્કિંગની મોટી મુશ્કેલીને દૂર કરશે. શહેરના પાર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ પાર્કિંગ વધારો કરશે.

રિવરફ્રન્ટ પર સ્થિત ઈવેન્ટ ગ્રાઉન્ડમાં અવાર નવાર રાજકીય અથવા તો અન્ય પતંગમહોત્સવ, ફ્લાવર શો સહિતના કેટલાક કાર્યક્રમો યોજાતા હોય છે. સાબરમતી નદી પર બનેલા ફૂટ ઓવરબ્રિજની પણ લોકો મુલાકાત લેતા હોય છે. ઘણાં લોકો અહીં લગ્નપ્રસંગોનું પણ આયોજન કરે છે. આ દરમિયાન પાર્કિંગની સમસ્યા ઉભી થતી હોય છે. એટલુ જ નહીં શનિવાર- રવિવાર અથવા તો જાહેર રજાના દિવસે અમદાવાદીઓ મોટી સંખ્યામાં રિવરફ્રન્ટની મુલાકાત લેતા હોય છે. ત્યારે મલ્ટિલેવલ પાર્કિંગ બની ગયા પછી શહેરીજનોએ પાર્કિંગની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

(વિથ ઇનપુટ-સચિન પાટીલ, અમદાવાદ)

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">