Gujarati Video : પબજી ગેમ રમવાના ઝઘડામાં કલોલમાં 14 વર્ષીય તરુણે 15 વર્ષીય તરુણની હત્યા કરી

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 11:04 PM

ગાંધીનગર જિલ્લાના કલોલમાં પબ-જી ગેમ રમવાના ઝઘડામાં 14 વર્ષીય તરુણે 15 વર્ષના તરુણની છરીના ઘા મારીને હત્યા કરી છે. જેમાં ક્લોલ પોલીસે 4 શકમંદ તરુણની પૂછતાછ હાથ ધરી છે. જેમાં મળતી માહિતી મુજબ મોબાઇલમાં પબજી જેમ રમવા બાબતે બંનેમાં ઝઘડો થયો છે. ગેમ રમતી વખતે એક તરુણને અન્યને હેરાન કરતા હતો

ગાંધીનગર જિલ્લાના કલોલમાં પબ-જી ગેમ રમવાના ઝઘડામાં 14 વર્ષીય તરુણે 15 વર્ષના તરુણની છરીના ઘા મારીને હત્યા કરી છે. જેમાં ક્લોલ પોલીસે 4 શકમંદ તરુણની પૂછતાછ હાથ ધરી છે. જેમાં મળતી માહિતી મુજબ મોબાઇલમાં પબજી જેમ રમવા બાબતે બંનેમાં ઝઘડો થયો છે. ગેમ રમતી વખતે એક તરુણને અન્યને હેરાન કરતા હતો. જેમાં તેમની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં સ્થાનિક તરુણે પરપ્રાંતીય તરુણની છરી મારીને હત્યા કરી હતી.

મૃતક તરુણના મૃતદેહને પીએમ માટે કલોલ સિવિલમાં ખસેડાયો

આજે સાંજે સાર્વજનિક બગીચામાં બોલાચાલી બાદ છરીના ઘા મારી  હત્યા કરાઇ હતી. જેમાં મૃતક તરુણ ઉત્તરપ્રદેશનો વતની હતો અને જેના પિતા ગામમાં જ વર્ષોથી પાણી પુરીની લારી ચલાવતા હતા. મૃતક અમર પ્રમોદ વિશ્વકર્મા પરિવારનો એકનો એક પુત્ર હતો જે ધોરણ-9માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ હત્યાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતક તરુણના મૃતદેહને પીએમ માટે કલોલ સિવિલમાં ખસેડાયો છે.

આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતના કેટલાક જિલ્લામાં આકાશમાં દેખાયો રહસ્યમય પ્રકાશ, લોકોમાં કુતૂહલ સર્જાયું

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati