ગુજરાતી મુસાફરો દિલ્લી એરપોર્ટ પર અટવાયા, લંડનથી આવતા યાત્રીઓની ઉત્તરાયણ બગડી!

ગુજરાતી મુસાફરો દિલ્લી એરપોર્ટ પર અટવાયા, લંડનથી આવતા યાત્રીઓની ઉત્તરાયણ બગડી!

| Edited By: | Updated on: Jan 14, 2024 | 5:01 PM

દિલ્લી એરપોર્ટ પર ગુજરાતના મુસાફરો અટવાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. લંડનથી ગુજરાત આવી રહેલા 700 જેટલા મુસાફરોને ક્નેક્ટીંગ ફ્લાઈટની સમસ્યા હોવાને લઈ પરેશાની સર્જાઈ હતી. મોડી રાત્રી દરમિયાન પ્રવાસીઓ ઉતરવા છતાં પણ, બીજા દિવસે બપોર સુધી તેઓ એરપોર્ટ પર જ દિલ્લીમાં અટવાઈ રહ્યા હતા.

લંડનથી આવેલા ગુજરાતી 700 મુસાફરો અટવાઈ રહ્યા છે. મુસાફરો મોડી રાત્રી દરમિયાન દિલ્લી એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં ઉતર્યા બાદ તેઓને ક્નેક્ટીંગ ફ્લાઈટને લઈ સમસ્યા સર્જાઈ હતી. જ્યાં મુસાફરો બપોર સુધી અટવાઈ રહેતા રોષે ભરાયા હતા અને હોબાળો એરપોર્ટ પર મચાવી દીધો હતો. મુસાફરો કોઈ જ સુવિધાઓ વિના એરપોર્ટ પર રઝળવા જેવી સ્થિતિમાં મુકાયા હતા.

આ પણ વાંચો: કોંગ્રેસ, ભાજપ અને બળવો.. હવે ફરી પાછા કેસરીયા! લગ્ને-લગ્ને ‘કુંવારા’ MLA

એર ઈન્ડિયાની ફ્લાઈટ મારફતે રાત્રીના ત્રણ વાગે મુસાફરો દિલ્લી એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં ઉતર્યા બાદ યાત્રીઓને બીજા દિવસ બપોર સુધી અન્ય કોઈ ફ્લાઈટમાં ગુજરાત નહીં પહોંચડવામાં આવતા રોષ ફેલાયો હતો. તો વળી એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ મામલે ખરાબ હવામાન હોવાની વાત મુસાફરો સમક્ષ ધરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 14, 2024 05:00 PM