ગુજરાતમાં પ્રતિ કલાકે હાર્ટને લગતા 12 ઈમરજન્સી કેસ, શ્વાસને લગતી સમસ્યાના પણ કેસ નોંધાયા, જુઓ Video

ગુજરાતમાં પ્રતિ કલાકે હાર્ટને લગતા 12 ઈમરજન્સી કેસ, શ્વાસને લગતી સમસ્યાના પણ કેસ નોંધાયા, જુઓ Video

| Edited By: | Updated on: Oct 18, 2023 | 10:31 AM

ગુજરાતમાં હાલ નવરાત્રીનો (Navratri 2023) પર્વ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. જો કે બીજી તરફ નવરાત્રીમાં ગરબા (Garba) રમી રહ્યા હોય તે દરમિયાન હાર્ટ એટેક આવ્યા હોય તેવા પણ અનેક કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પ્રતિ કલાકે હાર્ટને લગતા 12 ઈમરજન્સી કેસ નોંધાઇ રહ્યા છે. નવરાત્રીના બીજા દિવસે દર કલાકે ઈમજન્સીના 12 કોલ્સ મળ્યા છે. રાજ્યભરમાં આવા અત્યાર સુધીમાં કુલ 69 કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 19 કેસ મળ્યા છે.

Heart attack cases: ગુજરાતમાં હાલ નવરાત્રીનો (Navratri 2023) પર્વ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. જો કે બીજી તરફ નવરાત્રીમાં ગરબા (Garba) રમી રહ્યા હોય તે દરમિયાન હાર્ટ એટેક આવ્યા હોય તેવા પણ અનેક કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પ્રતિ કલાકે હાર્ટને લગતા 12 ઈમરજન્સી કેસ નોંધાઇ રહ્યા છે. નવરાત્રીના બીજા દિવસે દર કલાકે ઈમજન્સીના 12 કોલ્સ મળ્યા છે.

આ પણ વાંચો-Surat Breaking News : પાંડેસરામાં 10 વર્ષના બાળક ઉપર ઘાતકી હુમલો, ચપ્પુના 14 ઘા ઝીંકાયા

ગુજરાતમાં અત્યાર સુધીમાં ગરબાની પ્રેક્ટિસ કરતા દરમિયાન હાર્ટ એટેકથી યુવાનોનું મૃત્યુ થયુ હોય તેવી અનેક ઘટનાઓ સામે આવેલી છે. ત્યારે હવે નવરાત્રી દરમિયાન હાર્ટને લગતી સમસ્યા સર્જાઇ હોય તેવા ઇમરજન્સી કોલ નોંધાઇ રહ્યા છે. રાજ્યભરમાં આવા અત્યાર સુધીમાં કુલ 69 કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 19 કેસ મળ્યા છે.તો શ્વાસને લગતા કુલ 90 કોલ્સ મળ્યા, અમદાવાદમાં 32 કોલ્સ મળ્યા છે. રાજ્યમાં અકસ્માતના કારણે ઈજાના સરેરાશ 25 કેસ નોંધાયા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો