Gujarat Weather Forecast : રાજ્યભરમાં ગુલાબી ઠંડીની સંભાવના, જાણો ક્યા જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે શનિવારે રાજ્યમાં ગુલાબી ઠંડીની શરુઆત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ તેમણે લઘુત્તમ તાપમાન 20થી 22 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત રાજ્યમાં આવતા અઠવાડિયાથી સામાન્ય ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે. જોકે આકરી ઠંડીની શરૂઆત ડિસેમ્બરમાં થાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં સવારે ઠંડીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. તેમજ હવે ધીમા પગલે ઠંડીની શરૂઆત થવા લાગશે. દિવસે ગરમી અને રાત્રે તેમજ સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગ અનુસાર લઘુત્તમ તાપમાન 20થી 22 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યમાં આવતા અઠવાડિયાથી સામાન્ય ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે. જોકે આકરી ઠંડીની શરૂઆત ડિસેમ્બરમાં થાય તેવી સંભાવના છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ખરી ઠંડીનો અહેસાસ થશે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર, બોટાદ,છોટાઉદેપુર, દાહોદ,ગાંધીનગર, જુનાગઢ, જામનગર, મહેસાણા, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast: આજે જામનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના, જુઓ Video
આ ઉપરાંત ગીર સોમનાથ, જામનગર, ખેડા, મોરબી, નવસારી ,પોરબંદર, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, મહીસાગર, રાજકોટ,સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
