Gujarat Weather Forecast: આજે રાજ્યના મોટભાગના વિસ્તારોમાં રહેશે વાદળ છાયુ વાતાવરણ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વાદળ છાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની નહિંવત સંભાવના છે.જ્યારે રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી તરફ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે.
Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વાદળ છાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની નહિંવત સંભાવના છે.જ્યારે રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી તરફ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast: આજે રાજ્યમાં હળવા વરસાદની સંભાવના, જુઓ Video
તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે.આજે અમદાવાદ,આણંદ, ભરુચ, ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જામનગર,ખેડા,પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.
તો અરવલ્લી, દાહોદ, ડાંગ,કચ્છ, મહીસાગર,નવસારી સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ બનાસકાંઠા,બોટાદ, છોચા ઉદેપુર,મોરબી,નર્મદા,રાજકોટ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અમદાવાદ, બનાસકાંઠા,જુનાગઢ, કચ્છ,ખેડા, મહીસાગર, મોરબી,નર્મદા,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 24 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ દાહોદ, ડાંગ, પંચમહાલ, નવસારી સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
