લમ્પીથી હાહાકાર ! પશુઓના ટપોટપ મોત વચ્ચે સરકારનો મોટો દાવો, શું ગુજરાતમાં આવશે લમ્પીની રસી ?

રાઘવજી પટેલે (Raghavji patel) કહ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં 31 લાખથી વધુ પશુનું રસીકરણ કરાયું છે.કુલ 76 હજારથી વધુ પશુ લમ્પીગ્રસ્ત થયા છે, જેમાંથી અત્યાર સુધી કુલ 2858 પશુના મોત થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 7:14 AM

રાજ્યમાં (gujarat) લમ્પી વાયરસ (Lumpy Virus) હાહાકાર મચાવી રહ્યો છે.લમ્પીને કારણે અસંખ્ય પશુ (Cattle) મોતને ભેટી રહ્યાં છે, ત્યારે પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને નાથવા રાજ્ય સરકાર (Gujarat Govt) કટિબદ્ધ બની છેરાજ્યમાં લમ્પીની સ્થિતિને લઇ પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે માહિતી આપી.તેમણે કહ્યું કે બુધવારે રાજ્યના 12 અસરગ્રસ્ત જિલ્લામાં એક પણ લમ્પીનો નવો કેસ નોંધાયો નથી.તો 15 જિલ્લામાં લમ્પીથી (lumpy virus case)  એક પણ પશુનું મોત થયું નથી.સાથે જ રાઘવજી પટેલે દાવો કર્યો કે કેન્દ્ર સરકારે ICARની લમ્પીની રસી લોન્ચ કરી છે.રસી ગુજરાતને મળે તે માટે કેન્દ્રને રજૂઆત કરવામાં આવી છે.

ટુંક સમયમાં જ ગુજરાતમાં રસી ઉપલબ્ધ થશે.વધુમાં રાઘવજીએ (Raghavji patel) કહ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં 31 લાખથી વધુ પશુનું રસીકરણ કરાયું છે.કુલ 76 હજારથી વધુ પશુ લમ્પીગ્રસ્ત થયા છે, જેમાંથી અત્યાર સુધી કુલ 2858 પશુના મોત થયા છે.

ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર યથાવત

ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર યથાવત છે.રાજ્યમાં મંગળવારે એક દિવસમાં લમ્પીના નવા 2517 કેસ નોંધાયા છે જ્યારે એક દિવસમાં કુલ 149 પશુઓના લમ્પીના કારણે મોત થયા છે.વધુ 149 પશુઓ લમ્પી સામે જંગ હારી જતાં કુલ મોતનો આંકડો વધીને 2782 પર પહોંચી ગયો છે. એક દિવસમાં સૌથી વધુ કચ્છમાં 67 પશુના મોત નોંધાયા હતા.જ્યારે ભાવનગરમાં 20 અને રાજકોટમાં 19 પશુના મોત થયા છે. તો એક દિવસમાં બનાસકાંઠામાં 1076 પશુ લમ્પીથી અસરગ્રસ્ત થયા હતા.મહત્વનું છે કે, અત્યાર સુધીમા 23 જિલ્લામાં લમ્પી વાયરસ પહોંચી ચુક્યો છે,ત્યારે જો સરકારના કહેવા મુજબ રસી ગુજરાતમાં આવી જાય તો અનેક પશુઓના જીવ બચી જાય તેમ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">