Ahmedabad: નવરંગપુરામાંથી 17.85 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપી ઝડપાયો, આરોપી મુંબઈથી લાવતો હતો ડ્રગ્સનો જથ્થો

આરોપી મુંબઇથી (Mumbai) ડ્રગ્સનો જથ્થો લાવીને અમદાવાદમાં (Ahmedabad) છૂટક વેપાર કરતો હતો. ડ્રગ્સના વેચાણ માટે આરોપી વોટ્સએપ કોલની મદદ લેતો હતો.

Mihir Soni
| Edited By: | Updated on: Sep 25, 2022 | 4:54 PM

અમદાવાદના (Ahmedabad) નવરંગપુરામાંથી MD ડ્રગ્સનો (MD Drugs) જથ્થો ઝડપાયો છે. SOGએ 1.78 લાખની બજાર કિંમતના 17.85 ગ્રામ MD ડ્રગ્સ સાથે મોઇન ધલ્લાવાલા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોઇન ધલ્લાવાલા અમદાવાદના જમાલપુરનો રહેવાસી છે. તથા તે થોડો સમય મુંબઇ (Mumbai) અને થોડો સમય અમદાવાદમાં રહેતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી મુંબઇથી ડ્રગ્સનો જથ્થો લાવીને અમદાવાદમાં છૂટક વેપાર કરતો હતો. ડ્રગ્સના વેચાણ માટે આરોપી વોટ્સએપ કોલની મદદ લેતો હતો તથા પોલીસથી બચવા માટે કોડવર્ડનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. સમગ્ર મામલે SOGએ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસ.ઓ.જી. ટીમની ટીમે મોઈન ઈકબાલ હુસેન ધલ્લાવાલાની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. જમાલપુરમાં રહેતો મોઇન ડ્રગ્સનો નશો કરે છે અને છૂટક ડ્રગ્સ વેચે છે. એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે નવરંગપુરા એક પાન પાર્લર પાસે એક શખ્સ ડ્રગ્સ વેચી રહ્યો છે જેના આધારે રેડ કરી 17.850 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મોઇનની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં અમદાવાદના ગોમતીપુરમાંથી એક ડ્રગ્સ પેડલર પાસેથી છૂટક ડ્રગ્સ વેચવા લાવ્યો હોવાનું સામે આવ્યું છે.

આરોપી મુંબઇથી લાવતો હતો ડ્રગ્સ

ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ મોઇનના માતા અને પરિવાજનો મુંબઈમાં રહે છે. જેથી અવારનવાર મુંબઈ રહેવા જતો અને ત્યાં ડ્રગ્સ લેવાની લત લાગી ગઈ અને બાદમાં ડ્રગ્સની જરૂરિયાત પડતા પોતે ડ્રગ્સ પેડલર બની ગયો. આરોપી મોઇન જમાલપુર ફૂલ બજારમાં નોકરી કરે છે પણ ડ્રગ્સનો બંધાણી બનતા ડ્રગ્સ વેચવાના રવાડે ચઢી ગયો. આરોપી ડ્રગ્સનું વેચાણ કરવા કોર્ડવર્ડનો ઉપયોગ કરતો હતો. એટલે એક ગ્રામ કે બે ગ્રામ એમડી ડ્રગ્સ જોઈતું હોય તે એક કાપડ, બે કાપડના ઉપયોગ કર્યા બાદ ડ્રગ્સ આપે. આવી રીતે ડ્રગ્સ ખરીદવા આવતા લોકોનું વોટ્સએપમાં ગ્રૂપ બનાવ્યું હતું.

આશરે 50 થી વધુ ડ્રગ્સ લોકો લઈ જતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી મોઇન ડ્રગ્સ મુંબઈ થી ખરીદતો હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સના નેટવર્કમાં ફરી એક વખત મુંબઈ કનેક્શન સામે આવતા એસ.ઓ.જી. ટીમે તે દિશામાં તપાસ શરૂ કરી છે. બીજી બાજુ અમદાવાદના ગોમતીપુરનો એક પેડલર વોન્ટેડ હોવાથી તેને પકડવા શોધખોળ શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપીના સંપર્કમાં અન્ય કેટલા લોકો છે અને તપાસ નવું શું સામે આવે છે.

Follow Us:
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">