ગુજરાતમાં આગામી બજેટને લઇને સમીક્ષા બેઠકો શરૂ

ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઇએ જણાવ્યું છે કે આગામી બજટેને લઇને પણ આ બેઠકોમાં ચર્ચા કરાશે. તેમજ આગામી બજેટમાં હેલ્થ વિભાગના બજેટમાં વધારો કરાશે

ગુજરાતના(Gujarat)સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)સરકાર આ વર્ષે તેનું પ્રથમ બજેટ(Budget)રજૂ કરશે. જો કે બજેટ પુર્વે તેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જો કે આ વર્ષે ફેબ્રુઆરી 2022માં નાણા પ્રધાન કનુભાઇ દેસાઇ(Kanu Desai)પૂર્ણ કદનું બજેટ રજૂ કરવાના છે.. નાણા પ્રધાન બન્યા પછી આ તેમનું પ્રથમ બજેટ છે.. ત્યારે બજેટ માટે રાજ્ય સરાકરમાં સમીક્ષા બેઠક શરૂ કરાઇ છે. આ બેઠક 10 દિવસ ચાલશે.

જેમાં વિવિધ વિભાગો દ્વારા ચાલુ વર્ષે ફાળવેલ બજેટ અંગે નાણા પ્રધાન સાથે ચર્ચા કરાશે. બજેટમાં ફાળવવામાં આવેલા નાણાનો ક્યાં કઇ રીતે ઉપયોગ થયો છે તેની માહિતી મેળવવામાં આવશે.. આ સાથે આગામી બજટેને લઇને પણ ચર્ચા કરાશે.. આગામી બજેટમાં હેલ્થ વિભાગના બજેટમાં વધારો કરાશે તેમ નાણા પ્રધાન કનુ દેસાઇએ જણાવ્યું છે.. મહત્વનું છે કે વર્તમાન સમયમાં 2.30 લાખ કરોડનું બજેટ છે. જેમાં દસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

આ ઉપરાત ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાનું ઇલેકશન યોજવવાનું છે. જયારે ફેબ્રુઆરી માસમાં બજેટ રજૂ કરવામાં આવશે. જેના પગલે આ બજેટ મહદઅંશે ચુંટણીલક્ષી જ હશે. જેમાં સરકાર મોટાભાગે વિકાસ કાર્યોની સાથે સાથે સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધારશે. તેમજ સરકાર નવી આવાસ યોજના અને યુવાનોને રોજગારી આપવાના મુદ્દે મોટી જાહેરાત કરી શકે તેમ છે.

આ પણ વાંચો : રાહતના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર યુકે અને સિંગાપુરથી આવેલા 228 યાત્રીઓ કોરોના નેગેટિવ

આ પણ વાંચો : અમદાવાદ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં પોલીસને વધુ એક કડી મળી, આ રીતે ચલાવાતું હતું ડ્રગ્સ નેટવર્ક

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati