ગુજરાત રસીકરણમાં અવ્વલ નંબરે, રસીકરણનો આંક 6 કરોડ 24 લાખ પહોંચ્યો

કોરોના વૅક્સીનેશનના સંદર્ભમાં આજે ઐતિહાસિક દિવસ છે. આજે વૅક્સીનેશનનો આંકડો 100 કરોડને પાર થઈ જશે. જે નિમિત્તે જશ્ન મનાવવામાં આવશે. આજે વૅક્સીનેશન અભિયાનને વધાવવા માટે થીમ સોંગ લૉન્ચ કરાશે.

દેશમાં રસીકરણમાં ગુજરાત અગ્રેસર

દેશભરમાં હાલ કોરોના રસીકરણનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત દેશમાં કોરોના રસીકરણ મામલે અવ્વલ નંબરે છે. ગુજરાતમાં કુલ 6 કરોડ 24 લાખ લોકોનું રસીકરણ કરાયું છે. જેમાં 4 કરોડ 38 લાખ લોકોએ પ્રથમ ડોઝ પૂર્ણ કર્યો છે. બંને ડોઝ લીધા હોય તેવા લોકોની સંખ્યા 2 કરોડ 25 લાખ છે. ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદમાં રસીકરણ થયું છે. જેનો આંક 69 લાખ 56 હજાર છે. સુરતમાં 53 લાખ 46 હજાર લોકોએ રસી લીધી છે. બનાસકાંઠામાં 31 લાખ 25 હજાર લોકોએ રસીકરણ કર્યું છે. વડોદરામાં 23 લાખ 86 હજાર લોકોએ રસીકરણ કર્યું છે. આણંદમાં 22 લાખ 51 હજાર લોકોએ રસી લીધી છે. અમદાવાદમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં 113 ટકા રસીકરણ થયું છે. મધ્યઝોનમાં 111 ટકા અને પશ્ચિમ ઝોનમાં 105 ટકા રસીકરણ થયું છે. રાજકોટમાં ગ્રામ્યમાં 90 ટકા, જામનગર શહેરમાં 90 ટકા, મોરબીમાં 80 ટકા અને જુનાગઢમાં 100 ટકા રસીકરણ થયું છે.

દેશમાં વેક્સિનેશનનો આંક 100 કરોડને પાર

કોરોના વૅક્સીનેશનના સંદર્ભમાં આજે ઐતિહાસિક દિવસ છે. આજે વૅક્સીનેશનનો આંકડો 100 કરોડને પાર થઈ જશે. જે નિમિત્તે જશ્ન મનાવવામાં આવશે. આજે વૅક્સીનેશન અભિયાનને વધાવવા માટે થીમ સોંગ લૉન્ચ કરાશે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા બપોરે 3 વાગ્યે થીમ સોંગ લૉન્ચ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી પણ હાજર રહેશે. કોરોના સામેની લડાઈમાં લોકોને વૅક્સીનેશન માટે પ્રેરિત કરનારું આ થીમ સોંગ જાણીતા ગાયક કૈલાશ ખેરે ગાયું છે.

 

આ પણ વાંચો : Singhu Border Murder Case: સિંઘુ બોર્ડર પર નિહંગોએ યુવાનની હત્યા કેમ કરી? અત્યાર સુધી દરેક અપડેટ જાણો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati