Patan: પંથકમાં સાર્વત્રિક મેઘમહેર, જિલ્લામાં સરેરાશ 2 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો

પાટણ પંથકમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં સરેરાશ 2 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jul 24, 2022 | 11:25 AM

Patan: પાટણ પંથકમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં સરેરાશ 2 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સરસ્વતી તાલુકામાં 4 ઇંચ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સિદ્ધપુર અને હારીજ પંથકમાં સરેરાશ 3 ઇંચ જ્યારે કે ચાણસ્મા, શંખેશ્વર, સમી, સાંતલપુર અને વારાહી પંથકમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો હતો.

મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસ્યો ધોધમાર વરસાદ

ગુજરાતમાં ફરી આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે મોડી સાંજથી ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અનેક ઠેકાણે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન સૌથી વધુ કડીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બનાસકાંઠામાં સૌથી વધુ ભાભરમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ભાભર, સુઈગામ, દિયોદરમાં ભારે વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મોડીરાતથી ભાભર, સુઈગામ, દિયોદરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. જિલ્લામાં સૌથી વધુ ભાભરમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સુઈગામમાં 4 ઈંચ, દિયોદરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તો થરાદ અને વાવમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. દાંતીવાડા અને કાંકરેજમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે. અમીરગઢમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati