ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી મહેર, છેલ્લા 24 કલાકમાં 180 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 96 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂકયો છે.તો બીજી તરફ કચ્છમાં (kutch)  સરેરાશ 150 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી મહેર, છેલ્લા 24 કલાકમાં 180 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
Gujarat Rain
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 18, 2022 | 9:38 AM

Monsoon 2022 : રાજ્યમાં (Gujarat)  છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાત (North gujarat) સિવાય સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન છે.છેલ્લા 24 કલાકમાં 180 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો.તો 100 જેટલા તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ બનાસકાંઠાના (Banaskantha) દાંતીવાડામાં 8 ઈંચ,પાલનપુરમાં 5.5 ઈંચ,જૂનાગઢમાં 4.5 ઈંચ, વંથલી અને અમરેલીના વડિયામાં 4 ઈંચ વરસાદ પડ્યો.

મહત્વનું છે કે ગઈકાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થયો હતો.રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 96 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂકયો છે.તો બીજી તરફ કચ્છમાં (kutch)  સરેરાશ 150 ટકા વરસાદ નોંધાયો છે.ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 106 ટકા અને ઉત્તર ગુજરાતમાં 95 ટકા વરસાદ થયો છે.

કચ્છ સહિત આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ વરસાદી (Rain Forecast) માહોલ યથાવત રહેશે. જેમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણમાં અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. આ સિવાય અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. મહત્વનું છે કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati