Rain News : છેલ્લા 24 કલાકમાં 195 ઈંચ વરસાદ નોંધાયો, સૌથી વધુ ઉમરપાડામાં 8.11 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ચોમાસાએ બરાબર જમાવટ કરી લીધી છે. આ સાથે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.
સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ પંચમહાલના જાંબુઘોડામાં 6.89 ઈંચ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરની બોડેલીમાં 6.46 ઈંચ અને પાવીજેતપુરમાં 5.71 ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચ તાલુકામાં 5.39 ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના નેત્રંગમાં 5.35 ઈંચ અને અંકલેશ્વરમાં 4.96 ઈંચ વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 195 ઈંચ વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે રાજ્યના 12 તાલુકાઓમાં 3 ઈંચ વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ 26 તાલુકાઓમાં 3 ઈંચ વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 49 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 97 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
