Gandhinagar : કિસાન સંઘનો સીએમ રૂપાણીને પત્ર, બટાકાના ખેડૂતો માટે સહાય પેકેજની માંગ
ગુજરાત(Gujarat) માં બટાકા પકવતા ખેડૂતોને પૂરતો ભાવ ન મળતો હોવાની ફરિયાદ ગુજરાત કિસાન સંઘે(Kisan Sangh) કરી છે.ખેડૂતોને બટાકાનો યોગ્ય ભાવ મળે તે માટે કિસાન સંઘે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani) ને પત્ર લખ્યો છે. આ પત્રમાં બટાકાનો પૂરતો ભાવ આપવાની રજૂઆત કરવામાં આવી છે. આની સાથે જ બટાકા માટેની યોગ્ય વેચાણ વ્યવસ્થા ગોઠવવાની પણ માગ […]
ગુજરાત(Gujarat) માં બટાકા પકવતા ખેડૂતોને પૂરતો ભાવ ન મળતો હોવાની ફરિયાદ ગુજરાત કિસાન સંઘે(Kisan Sangh) કરી છે.ખેડૂતોને બટાકાનો યોગ્ય ભાવ મળે તે માટે કિસાન સંઘે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani) ને પત્ર લખ્યો છે. આ પત્રમાં બટાકાનો પૂરતો ભાવ આપવાની રજૂઆત કરવામાં આવી છે. આની સાથે જ બટાકા માટેની યોગ્ય વેચાણ વ્યવસ્થા ગોઠવવાની પણ માગ કરાઇ છે.કિસાન સંઘે માગ કરી છે કે કોલ્ડ સ્ટોરેજના પાકના આંકડા આધારે રાજ્ય સરકાર બટાકા પકવતા ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરે.મહત્વપૂર્ણ છે કે કોરોના મહામારીને પગલે બટાકાનું વેચાણ ન થયું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો :Viral Video: 8 ફૂટ લાંબો મગર ઘરની ઓસરીમાં અને પરિવાર વાળા છત પર, જુઓ મગરનો ખતરનાક વિડિયો
આ પણ વાંચો : મેકઅપ આર્ટિસ્ટનો કમાલ: ઈન્દિરા ગાંધીના લુકમાં આ છે મિસ યુનિવર્સ હિરોઈન, નામ જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય