Rajkot: લેટરબોમ્બ બાદ રાજકોટમાં પોલીસમાં બદલીનો દોર, PI અને PSI બાદ હવે સપોર્ટ સ્ટાફની પણ બદલી કરાશે

લેટરબોમ્બ બાદ અગાઉ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવીની વડોદરા પોલિસ ટ્રેનિંગ સ્કૂલમાં બદલી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના PSI પી.બી. જેબલિયા, પી.એમ. ધાખડા, વી.જે. જાડેજા, એમ.એમ ઝાલા, જે. એ. ખાચર, એમ. વી. રબારીની બદલી કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Feb 19, 2022 | 12:38 PM

રાજકોટ(Rajkot) પોલીસ સામેના લેટરબોમ્બ (Letter bomb)બાદ રાજ્યના પોલીસવડા આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. લેટરબોમ્બ બાદ રાજકોટમાં પોલીસની બદલી (Police Transfer)નો દોર યથાવત છે. PI અને PSI બાદ હવે નીચેના સ્ટાફની પણ બદલી થશે.

રાજકોટ(Rajkot) પોલીસના કથિત તોડકાંડની તપાસ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ પોલીસ પરના આરોપો ધ્યાને આવતા રાજ્યના પોલીસવડા આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચ અને SOGમાં બદલીનો દોર યથાવત રહે તેવુ લાગી રહ્યુ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI અને PSIની બદલી થયા બાદ હવે નીચેના સ્ટાફની પણ બદલી થશે. હવે 20થી વધુ પોલીસકર્મીઓની જિલ્લાફેર બદલી થાય તેવી શક્યતા છે.

લેટરબોમ્બ બાદ અગાઉ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવીની વડોદરા પોલિસ ટ્રેનિંગ સ્કૂલમાં બદલી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના PSI પી.બી. જેબલિયા, પી.એમ. ધાખડા, વી.જે. જાડેજા, એમ.એમ ઝાલા, જે. એ. ખાચર, એમ. વી. રબારીની બદલી કરવામાં આવી છે. આ તમામ પોલીસ કર્મચારીને રાજકોટ બહાર મુકવામાં આવ્યા છે, તો એસોજીના પીએસઆઇ અસલમ અંસારી અને તુષાર પંડ્યાની પણ કરવામાં આવી બદલી. SOG પીઆઈ રોહિત રાવલની બદલી કરવામાં આવી છે. કમિશન કાંડમાં ક્રાઈમ બ્રાંચ અને એસઓજીના પોલીસ કર્મચારીઓનું નામ પણ ખરડાયું હતુ.

રાજકોટ પોલીસ કમિશનર સામે ગંભીર આરોપ લાગ્યા છે. પોલીસ હપ્તાખોરી કરતી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે આરોપ લગાવતા કહ્યું કે પોલીસ કમિશનરે રૂ.75 લાખ પડાવ્યા છે અને હજુ પણ રૂ.30 લાખની ઉઘરાણી કરે છે. તેમજ ઠગાઈની 8 કરોડની રકમ પેટે 15% લેખે ઉઘરાણું કરે છે.

આ સિવાય ગોવિંદ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ફરિયાદ કોઇ સાંભળતુ જ ન હતુ. તેમજ જરૂર પડશે ત્યારે હું પુરાવા આપીશ. તેમજ પુરાવા હતા એટલે મે ફરિયાદ કરી અને કાયદો અને વ્યવસ્થાને અનુસંધાને જ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમજ મારી જાણમાં આવ્યુ એટલે જ મે ફરિયાદ કરી છે.

આ પણ વાંચો-

Ahmedabad: મેટ્રો રેલનો પ્રોજેક્ટ અનેક અડચણોને કારણે પૂર્ણ થવામાં વિલંબ, ફેઝ-2નું કામ 2023માં પૂર્ણ કરવાનો ટાર્ગેટ

આ પણ વાંચો-

Rajkot: ભૂમાફિયાના ત્રાસથી થયેલા મોતના કેસમાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, સાંસદ મોહન કુંડારિયાએ મૃતકના પરિવારને ન્યાય અપાવાની ખાતરી આપી

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati