ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે પોલીસ તંત્ર એક્શનમાં, કહ્યું યોગ્ય રજૂઆત વિના આંદોલન થશે તો પગલાં લેવાશે

ગુજરાતમાં હાલમાં સાતમા પગાર પંચ પ્રમાણે પોલીસ કર્મચારીઓને પગાર ચૂકવાતો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. જ્યારે પોલીસ દળને કોઈ મુશ્કેલી હોય તો રજુઆત યોગ્ય ફોરમમાં કરી શકે છે. તેમજ જો સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવશે તો કાયદાકીય પગલા લેવામાં આવશે.

ગુજરાતમાં(Gujarat) પોલીસ(Police)વિભાગના ગ્રેડ પે(Grade Pay)ને લઈને આંદોલનના એંધાણ વર્તાઇ રહ્યા છે. તેવા સમયે રાજયના પોલીસ તંત્રએ સોશીયલ મીડિયા(Social Media)પર ગેરમાર્ગે દોરનારના નિવેદન સામે પગલાં લેવાની વાત કહી છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યના પોલીસ કર્મચારીઓને પગારની સાથે અન્ય ભથ્થા તથા સુવિધા આપવામાં આવે છે.

તેમજ સોમવારે હાર્દિક પંડ્યાની ઘટના બાદ આ આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં સાતમા પગાર પંચ પ્રમાણે પોલીસ કર્મચારીઓને પગાર ચૂકવાતો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં “કોન્સ્ટબેલને 18000 – 56900, હેડ કોન્સ્ટેબલને 21700 -69100 સુધીના પગારની ચૂકવણી” તથા “મદદનીશ પોલીસ ઇન્સ્પેકટરને 25500 – 81100 સુધીના પગારની હાલમાં ચુકવણી થઇ રહી છે.

જ્યારે પોલીસ દળને કોઈ મુશ્કેલી હોય તો રજુઆત યોગ્ય ફોરમમાં કરી શકે છે. તેમજ જો સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવશે તો કાયદાકીય પગલા લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન  આજે અમદાવાદના નવરંગપુરા  પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ  નીલમબેને ગ્રેડ પે બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે. જેમાં પોલીસના ગ્રેડ-પેના વધારાની માગ સાથે મહિલા કોન્સ્ટેબલે અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. તેમજ જ્યાં સુધી ગ્રેડ-પેનો ચુકાદો નહિ આવે ત્યાં સુધી અન્ન અને જળ ગ્રહણ નહિ કરે તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ  કર્યો છે.

આ મેસેજ વાયરલ થતા જ નવરંગપુરા પીઆઇએ મહિલા પોલીસ કર્મીનો મોબાઇલ કબ્જે કરાયો હતો. જેના પગલે પોલીસ કોન્સ્ટેબલના ગ્રેડ પે મામલો વધુ ઉગ્ર બન્યો છે.

આ પણ વાંચો : Good News: ખેડૂતોને કપાસના મળશે સારા ભાવ, પરંતુ ખેડૂતોને આ બાબતોનું ધ્યાન રાખવા વૈજ્ઞાનિકોની સલાહ

આ પણ વાંચો : અમદાવાદ શહેરની સુંદરતામાં થશે વધારો, બોપલમાં આકાર પામ્યો ઇકોલોજી પાર્ક

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati