Gujarat પેટ્રોલ ડીલર્સ એસોસિએશને કમિશન વધારાની માંગ કરી, સાંકેતિક હડતાળની ચીમકી

તેમજ ડીલરોને મળતા કમિશનમાં ત્રણ વર્ષથી કોઈ વધારો થયો નથી. જેથી સરકારને કમિશન વધારવા ડીલર્સ એસોસિએશને રજૂઆત કરી  હતી.જો ડીલરોનું કમિશન નહીં વધે તો 12 ઓગસ્ટથી દર ગુરૂવારે માલ લેવામાં નહીં આવે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 8:47 PM

ગુજરાત(Gujarat) ના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પેટ્રોલ, ડીઝલ અને CNG પર કમિશન વધારવાની માગણી કરી છે.  ડીલરોને મળતા કમિશનમાં ત્રણ વર્ષથી કોઈ વધારો થયો નથી. જેથી સરકારને કમિશન(Commission)  વધારવા ડીલર્સ એસોસિએશને રજૂઆત કરી  હતી.જો ડીલરોનું કમિશન નહીં વધે તો 12 ઓગસ્ટથી દર ગુરૂવારે માલ લેવામાં નહીં આવે. આ ઉપરાંત એક કલાક માટે CNG ગેસનું વેચાણ પણ બંધ રાખવામાં આવશે. ગુજરાતના 4 હજાર પેટ્રોલ પંપ સાંકેતિક હડતાળમાં જોડાશે. પેટ્રોલિયમ ડીલર્સની હડતાળમાં તેલંગાણા, હરિયાણા, પંજાબનો પણ સહયોગ મળ્યો છે. જો સરકાર ડીલર્સનું કમિશન વધારશે તો ગ્રાહકો પર નવો બોજો આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો:Indo-Bangladesh Border: BSFએ 4 બાંગ્લાદેશી ઘૂસણખોરોની સરહદ પાર કરતા કરી ધરપકડ

આ પણ વાંચો : પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને સરકારની કેવી છે તૈયારી ? 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">