Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલની પાટીદાર આગેવાનો સાથેની બેઠક પૂર્ણ, પાટીદારો પરના કેસ પરત લેવા સહિતના મુદ્દે થઈ ચર્ચા

ગુજરાતમાં(Gujarat) સીએમ ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel) અધ્યક્ષતામાં ગાંધીનગરમાં પાટીદાર (Patidar) અગ્રણીઓની સીએમ સાથે બેઠક થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 11:37 PM

ગુજરાતમાં(Gujarat)  સીએમ ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel)  અધ્યક્ષતામાં ગાંધીનગરમાં પાટીદાર (Patidar) અગ્રણીઓની સીએમ સાથે બેઠક થઈ હતી. જેમાં બેઠક બાદ પાટીદાર અગ્રણી સી.કે. પટેલે જણાવ્યું હતું કે આ બેઠકમાં ઠપ્પ થયેલા કામો ફરી શરૂ કરવા ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બેઠકમાં અનામત આયોગના બજેટમાં વધારાની ખાતરી આપવામાં આવી છે. તેમજ શહીદોના પરિવારના સભ્યને નોકરી મુદ્દે ચર્ચા થઇ હતી. જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ માગોનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આ ઉપરાંત અનામત આંદોલનના 14 કેસો મુદ્દે ચર્ચાને અવકાશ છે. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલે અમારા પ્રશ્નો મુદ્દ અંગત રસ લીધો છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં બેઠક પોલિટિક્સનો દોર શરૂ થયો છે. મુખ્યપ્રધાનનાનિવાસ્થાને પાટીદારોની મોટી બેઠક યોજાઇ હતી .આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ પાટીદાર અગ્રણીઓ મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં નરેશ પટેલ, બાબુ જમના પટેલ, જયરામ પટેલ, રમેશ દૂધવાળા, સી.કે. પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહેશે. બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા મુદ્દે ચર્ચા થઈ હતી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">