ગુજરાતમાં તહેવારો સમયે જ ડુંગળીના ભાવમાં ભડકો, લોકો પરેશાન

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવોમાં ભડકો થતા મધ્યમ અને સામાન્ય વર્ગ માટે પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે.જે ડુંગળી 10-20 રૂપિયે મળતી હતી તેનો ભાવ વધીને કિલોએ 60 રૂપિયા પર પહોંચ્યો છે.

ગુજરાતમાં (Gujarat)  સુરત(Surat)  સહિત રાજ્યમાં દિવાળીના(Diwali)  તહેવાર ટાણે મોંઘવારીએ માઝા મુકી છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.ત્યારે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના(Onion)ભાવોમાં પણ ભડકો થતા મધ્યમ અને સામાન્ય વર્ગ માટે પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે.જે ડુંગળી 10-20 રૂપિયે મળતી હતી તેનો ભાવ વધીને કિલોએ 60 રૂપિયા પર પહોંચ્યો છે.

વેપારીઓનું માનવું છે કે ભારે વરસાદને કારણે ખેડૂતોનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો અને ઓછું ઉત્પાદન થવાને પગલે ડુંગળીના ભાવો ઉચકાયા છે.સાથે જ વધતી જતી પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ આ ભાવવધારા પાછળ જવાબદાર હોવાનું વેપારીઓ માની રહ્યા છે..મહત્વપૂર્ણ છે કે ડુંગળીના ભાવો વધતા માગમાં ઘટાડો થયો છે.

આમ તો રાજ્યના મોટાભાગના શહેરોમાં આ સ્થિતિ છે પરંતુ સુરતની વાત કરીએ તો અહીં પણ ઓછા ઉત્પાદન પગલે ડુંગળીના ભાવો ઉંચકાયા છે.વેપારીઓ માને છે કે વધતી જતી પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ આ ભાવવધારા પાછળ જવાબદાર છે..

નવી ડુંગળીની આવક હજુ નહીવત છે. ડુંગળી નવી આવતા હજી સમય લાગશે એ ધારણાએ ડુંગળીના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. જોકે ભાવ વધારાનો લાભ ડુંગળી પકવતા ખેડૂતોને નથી મળી રહ્યો.આમ ગરીબોની કસ્તુરીના ભાવ ઉંચકાતા તેનો સંગ્રહ કરનારા કમાશે.જ્યારે નવી ડુંગળી આવે નહીં ત્યાં સુધી તો સામાન્ય લોકોની સ્થિતિ વધુ વિકટ બનશે

આ પણ વાંચો : Surat : સુરત હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવાની દિશામાં, કોર્પોરેશન વર્ષના અંત સુધીમાં 100 ઈ-બસ દોડાવશે

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ વિભાગ બાદ હવે આ વિભાગના કર્મચારીઓ પણ પગારના મુદ્દે આંદોલનના મૂડમાં

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati