Gujarat : 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી, કયાં પડશે ભારે વરસાદ ?

રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ ભારે તો નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 11:00 AM

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી

ગુજરાતમાં 10 તારીખ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઝાપટાંનો સારો વરસાદ પડયો છે. લો-પ્રેશરની અસર વધવાને કારણે વરસાદનું પ્રમાણ વધશે.ગુજરાત પર લો-પ્રેશર પહોંચશે ? 31 ઓગસ્ટના રોજે સાંજે અથવા તો રાત્રિ સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત પર આવી જશે.ત્યારબાદ ગુજરાતના વરસાદી વાતાવરણમાં વધારો થશે.

અહીં પડી શકે છે ભારે વરસાદ ?

ગઈકાલે અને આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડયો છે.ઉત્તર ગુજરાતમાં પ્રિ-સિસ્ટમનાં ભાગ રૂપે કડાકા-ભડાકા સાથે આજે વરસાદ પડયો છે. 31 તારીખ સવારથી મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થશે. ત્યાર બાદ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી સ્થિતી હાલ વેધર ચાર્ટો બતાવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી?હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 

લો-પ્રેશરના ભાગરૂપે સૌથી વધારે વરસાદ પંચમહાલ, ખેડા, વડોદરા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં પડશે. લો-પ્રેશરની અસરને કારણે ગુજરાતમાં એક ઇંચથી લઇને ત્રણ ઇંચ સુધીનો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં 31 ઓગસ્ટ પછી પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે ગુજરાતના બે જીલ્લા આણંદ અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે.

કયા અને કયારે વરસાદ પડશે ?

આ સાથે ખેડા, વડોદરા, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં રાજકોટ,જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ છે.1 તારીખના રોજ ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે. જ્યારે 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ પહેલી સપ્ટેમ્બરના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. ગુજરાત રાજ્યમાં ફરીથી મેઘો મહેરબાન બનશે

 

 

આ પણ વાંચો : Reliance નો વધુ એક ક્ષેત્રમાં પ્રવેશ, બે ભારતીય બ્રાન્ડને પુનર્જીવિત કરી ટીવી અને ફ્રીઝનું કરશે ઉત્પાદન

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">