ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ કેસ મામલે નવાબ મલિક પર પલટવાર કર્યો, કહ્યું ગુજરાત પોલીસ પર ગર્વ

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને નવાબ મલિકને સણસણતો સવાલ પૂછ્યો છે. તેમજ તેમણે ગુજરાત પોલીસની કામગીરીના વખાણ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 8:02 PM

ગુજરાતના(Gujarat) ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)ક્રુઝ ડ્રગ્સ કેસ મામલે નવાબ મલિકના(Nawab Malik)આક્ષેપ પર પલટવાર કર્યો છે. મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને નવાબ મલિકને સણસણતો સવાલ પૂછ્યો છે. તેમજ તેમણે ગુજરાત પોલીસની (Gujarat Police) કામગીરીના વખાણ કર્યા છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને પૂછ્યું છે કે   ” મલિક જી, ડ્રગ માફિયા સજ્જાદ, કોના ઈશારે મુંબઈમાં નિર્ભયપણે ડ્રગ્સનો ધંધો ચલાવતો હતો? તેની તપાસ કરાવો. મને ગુજરાત પોલીસ પર ગર્વ છે કે તેમણે ગુજરાતમાં પ્રવેશતા પહેલા ડ્રગ્સ પકડ્યું છે. ”

આ ઉપરાંત તેમણે બીજી ટ્વિટ કરીને કહ્યું છે કે  ” કેટલા વર્ષોથી ડ્રગ માફિયા સજ્જાદ શાકભાજી વેચવાની આડમાં ડ્રગ્સ વેચીને મહારાષ્ટ્રના યુવાનોની જિંદગી બરબાદ કરી રહ્યો હતો, આવા ગુનેગારની ધરપકડથી તમે કેમ પરેશાન થઈ રહ્યા છો? તમને ગુજરાત પોલીસ પર ગર્વ હોવો જોઈએ કે આ ડ્રગ્સ મહારાષ્ટ્ર પહોંચતા પહેલા જ જપ્ત કરવામાં આવ્યું છે. ”

ઉલ્લેખનીય છે કે, NCPના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ જ્યારથી ડ્રગ્સના કેસમાં ફસાયા છે ત્યારથી તે રોજેરોજ પ્રેસ કોન્ફરન્સમાં નવા-નવા આરોપો લગાવી રહ્યા છે. નવાબ મલિક અત્યાર સુધી મહારાષ્ટ્રના મંત્રીઓ પર આરોપ લગાવતા હતા પરંતુ આજે તેમણે ગુજરાતના ભાજપના મંત્રીઓ પર પણ નિશાન સાધ્યું છે. નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- મુન્દ્રા પોર્ટ બાદ દ્વારકામાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે, શું આ સંયોગ છે

મલિકે વધુમાં જણાવ્યું હતું કે મનીષ ભાનુશાલી, ધવન ભાનુશાલી, કિરણ ગોસાવી, સુનીલ પાટીલ સહિતના લોકો અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણા સાથે તેમના નજીકના સંબંધો છે. આ એવા લોકો છે જેઓ ડ્રગ્સના વેપારમાં સામેલ છે. તો મારો પ્રશ્ન એ છે કે શું આ ડ્રગ ગેમમાં ગુજરાતની ભૂમિકા છે કે નહીં

આ પણ વાંચો : ગુજરાત સરકારે કરાર આધારિત કર્મચારીઓને લગતો મોટો નિર્ણય લીધો

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, બીજો ડોઝ નહિ લીધેલા લોકોને આ સ્થળે નહિ મળે પ્રવેશ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">