રાજ્યમાં આવી રહી છે મોટી ભરતી, પંચાયતરાજમાં 15 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી થશે

સરકારી નોકરી : વર્ષ 2018-19ની તલાટીની ભરતી પ્રક્રિયા ફરીથી કરવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે તલાટીની આખી ભરતી પ્રક્રિયા નવેસરથી કરવામાં આવશે.

આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-215 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

GANDHINAGAR : ગુજરાતમાં સરકારી નોકરીઓ ઈચ્છુક ઉમેદવારો માટે ખુશીના અને મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં મોટી ભરતી આવી રહી છે. રાજ્યમાં તલાટીની ભરતી હવે થોડાક મહિનાઓમાં આવનાર છે. આગામી દિવસોમાં પંચાયત રાજમાં 15 હજારથી વધુ સરકારી ભરતી કરવામાં આવશે. રાજ્યના શ્રમ, રાજ્ય સરકારના રોજગાર પંચાયત રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજાએ ભરતીને અંગે જાહેરાત કરી.તેમણે કહ્યું કે પંચાયત રાજમાં ખાલી પડેલી 16 હજાર 500 જેટલી જગ્યા આગામી 6 માસમાં ભરવામાં આવશે.

વર્ષ 2018-19ની તલાટીની ભરતી પ્રક્રિયા ફરીથી કરવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે તલાટીની આખી ભરતી પ્રક્રિયા નવેસરથી કરવામાં આવશે. વર્ષ 2018-19મા ભરતી માટે ભરાયેલ ફોર્મમાં ફી પરત કરાશે અને આખી ભરતી પ્રક્રિયા ફરીથી કરવામાં આવશે. 9 કેડરમાં 15 હજાર ભરતી માટે આયોજન ચાલી રહ્યું છે. જેમાં તલાટી, MPHW સહિતની ભરતીનો સમાવેશ થાય છે.

આ સાથે જ આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-215 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની GPSC ક્લાસ 1 & 2 ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સૌ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

આ પણ વાંચો : બરોડા ડેરીનો વિવાદ ગાંધીનગર પહોચ્યો, આવતીકાલે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાશે

આ પણ વાંચો : સાઈબર ક્રાઈમના આરોપીને બચાવવા ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો, મુખ્ય સાગરિત સળિયા પાછળ ધકેલાયો

Click on your DTH Provider to Add TV9 Gujarati