અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ફરીથી કુંવરજી બાવળિયાની વરણી કરાઇ

આ સમગ્ર ઘટના ક્રમમાં રવિવારે 17 રાજ્યોના કોળી અગ્રણીઓને સામાન્ય સભા મળી હતી. જેમાં આગામી ત્રણ વર્ષ માટે કુંવરજી બાવળિયાની કોળી સમાજના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 10:14 PM

 

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ફરીથી કુંવરજી બાવળિયાની વરણી કરવામાં આવી છે. જેમાં 13 રાજ્યોના પ્રતિનિધિએ કુંવરજી બાવળિયાનો પ્રમુખ તરીકે બહાલીનો ઠરાવ કર્યો હતો. આ સમગ્ર ઘટના ક્રમમાં રવિવારે 17 રાજ્યોના કોળી અગ્રણીઓની સામાન્ય સભા મળી હતી. જેમાં આગામી ત્રણ વર્ષ માટે કુંવરજી બાવળિયાની કોળી સમાજના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે , આ પૂર્વે અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખની નિમણૂક બાદ આગેવાનો વચ્ચે ગજગ્રાહ વકર્યો હતો. જેમાં કોળી સમાજના નવા વરાયેલા પ્રમુખ અજીત પટેલ અને રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા વચ્ચે શાબ્દિક જંગ શરૂ થયો હતો.

કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે સમાજના સભ્ય પણ ન હોય તેવા વ્યક્તિને પ્રમુખ બનાવ્યા છે. અજમેરમાં મળેલી બેઠક જ સમાજના બંધારણથી વિપરીત હતી. કુંવરજી બાવળિયાએ કહ્યું કે મારી સામે આક્ષેપો કરવા વાળાનું કોઈ અસ્તિત્વ જ નથી. સમાજના નવનિયુક્ત પ્રમુખ ખોટા નિવેદનો કરીને સમાજના ભાગલા પાડી રહ્યાં છે.

આ પૂર્વે કુંવરજી બાવળિયાએ અત્યંત વ્યસ્તતાને કારણે કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપતા અજીત પટેલે આક્ષેપ કરતા કહ્યું હતુ કે બાવળિયાને કારણે કોળી સમાજને નુકસાન થયું છે. બાવળિયાના પ્રધાન પદે રહેવાથી કોળી સમાજને જોઈએ તેવો ફાયદો નથી થયો. જો કે અજીત પટેલના આક્ષેપનો બાવળિયાએ ફગાવી દીધા હતા.

આ પણ વાંચો : કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જેલોના કેદીઓને મળી મોટી રાહત, સજામાં આટલા દિવસનો કરાશે ઘટાડો, જાણો તમામ વિગતો

આ પણ વાંચો : Maharashtra: ટલ્લી લોકો ચાલશે પણ ભક્તિમાં તલ્લીન ભક્તો નહીં, મંદિર ખોલાવા માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ભાજપનું આંદોલન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">