Kutch : આકરા ઉનાળાની શરૂઆત, તાપમાન 35 ડિગ્રીને પાર

|

Mar 13, 2022 | 8:26 PM

ગુજરાતમાં આજથી બે દિવસ એટલે કે રવિ અને સોમવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મંગળ અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે.

કચ્છમાં(Kutch)આકરા ઉનાળાની(Summer)શરૂઆત થઈ છે. જેમાં કચ્છમાં તાપમાન 35 ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. હવામાન વિભાગે ગુજરાતમાં(Gujarat)બે દિવસ હિટવેવની આગાહી કરતા માર્ગો પર લોકોની અવર-જવર ઓછી જોવા મળી. કચ્છમાં લોકો ગરમીથી બચવા માટે જરૂર ન હોય તો બપોરે 12 વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી ઘરોમાં જ રહે છે. તો અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલા લોકો બરફગોળા અને શેરડીનો રસ પીને ઠંડકનો અનુભવતા જોવા મળ્યાં હતા. ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હીટવેવનો સામનો કરવો પડશે. ગુજરાતમાં ઉનાળો દિવસેને દિવસે કાળઝાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હોળી પહેલા જ રાજ્યમાં ગરમીની જ્વાળાઓ ફેલાઈ છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે.

અમદાવાદમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધી જાય તેવી સંભાવના

ગુજરાતમાં આજથી બે દિવસ એટલે કે રવિ અને સોમવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મંગળ અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી બે દિવસમાં જ અમદાવાદમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. ત્યાં બેથી ચાર ડીગ્રી સુધી તાપમાન વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે.

આ પણ વાંચો : Panchmahal: ગોધરામાં વૃદ્ધની હત્યા કરી લાશ નર્મદા કેનાલમાં ફેકી દીધી, 9 દિવસ બાદ 110 કિમી દૂરથી મળી

આ પણ વાંચો : Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 4000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો

Published On - 8:18 pm, Sun, 13 March 22

Next Video