Gujarat : આગામી 3 દિવસ હળવાથી ભારેથી વરસાદની આગાહી, 7 સપ્ટેમ્બરથી સાર્વત્રિક વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આગામી 7 તારીખથી ગુજરાતમાં ફરી વધશે વરસાદનું જોર વધી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 6:51 AM

રાજ્યમાં આજથી ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તારીખ 7મી સપ્ટેમ્બરથી 9મી સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હળવા વરસાદ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન પણ ફૂંકાઇ શકે છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં મેઘાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ જોવા મળશે. તો 9મી સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદી જોર ઘટશે. જોકે 10મી સપ્ટેમ્બરે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર સર્જાઇ શકે છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આગામી 7 તારીખથી ગુજરાતમાં ફરી વધશે વરસાદનું જોર વધી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે 7 સપ્ટેમ્બરથી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ પડવાની સંભાવના છે. જયારે હવામાન વિભાગે 7 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

જેમાં શનિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જો કે રાજયના છેલ્લા ચાર દિવસથી વરસેલા વરસાદને પગલે વરસાદની ઘટ 8 ટકા ઓછી થઈ છે. તેમજ હજુ પણ રાજ્યના ૪૧ ટકા વરસાદની ઘટ છે.

ગુજરાતમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે પીવાના પાણીની સમસ્યા ઘણા અંશે હળવી થઈ છે. આ સાથે રાજ્યનો સરેરાશ વરસાદ 49 ટકા થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બે થી પાંચ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે. જ્યારે હવામાન વિભાગે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરી છે.

ગુજરાત રાજ્યમાં ફરી વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ સૌથી વધુ દ્વારકામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં માણાવદર, વંથલી અને ધાનેરામાં પણ દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 49.62 ટકા વરસાદ ખાબક્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">