સોમનાથમાં દેવ-દિવાળીએ યોજાતો કાર્તિક પૂર્ણિમાનો મેળો રદ કરાયો

સોમનાથમાં સામાન્ય રીતે દર વર્ષે કાર્તિક પૂર્ણિમાનો મેળો પાંચ દિવસ સુધી યોજાય છે. તેમજ આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. જો કે આ વર્ષે કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખીને આ મેળાનું આયોજન શક્ય નથી.

ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona)ત્રીજી લહેરની આશંકાના પગલે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં(Somnath)દર વર્ષે કાર્તિક પૂર્ણિમા(Kartik Purnima)એટલે કે દેવ દિવાળીએ યોજાતો કાર્તિક પૂર્ણિમાનો મેળો રદ કરવામાં આવ્યો છે. જેમાં સોમનાથ ટ્રસ્ટે કોવિડ ગાઇડલાઇનને લઈને આ મેળો રદ કરવાની જાહેરાત કરી છે.

સામાન્ય રીતે દર વર્ષે કાર્તિક પૂર્ણિમાનો મેળો પાંચ દિવસ સુધી યોજાય છે. તેમજ આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. જો કે આ વર્ષે કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખીને આ મેળાનું આયોજન શક્ય નથી. જેના લીધે આ વર્ષે મેળો રદ કરવામાં આવ્યો છે.

જો કે હાલમાં જ પૂર્ણ થયેલા શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મંદિરમાં પણ પાસ દ્વારા દર્શનાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી હતી. તેમજ હવે કોરોના કેસ ઘટતા દર્શનાર્થીઓ માટે પાસ વિના પ્રવેશની શરૂઆત કરી છે.

આ દરમ્યાન ગુજરાતમાં મંગળવારે કોરોના કેસમાં વધારો નોંધાયો છે. જેમાં કોરોના કેસ વધતાં સરકારની ચિંતા વધી છે. તેમજ આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે. જેમાં લોકોની અનેક સ્થળોએ અવર જવર વધવાની છે. તેવા સમયે ફરી કોરોનાના કેસો વધશે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે.

જેના પગલે આગામી દિવસોમાં લોકોએ કોરોનાના પ્રત્યે વધુ સજાગ બનવાની જરુંર છે. જેમાં કોરોના વેક્સિન લીધી હોય તેમ છતાં પણ સોશ્યલ ડિસ્ટન્ટ, માસ્ક અને સેનીટાઈઝરનો ઉપયોગ ફરજીયાત પણે કરવો જોઇએ. તેમ જ બને ત્યાં સુધી વધુ ભીડભાડ વાળા સ્થળોથી બચવું જોઇએ.

આ પણ વાંચો :  ગુજરાતના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં પણ પોલીસ ગ્રેડ પેના મુદ્દે રેલી

આ પણ વાંચો :ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે પોલીસ તંત્ર એક્શનમાં, કહ્યું યોગ્ય રજૂઆત વિના આંદોલન થશે તો પગલાં લેવાશે

Click on your DTH Provider to Add TV9 Gujarati