Kheda : નડિયાદમાં યોજાયેલી ભવ્યાતિભવ્ય ત્રિરંગા યાત્રાના આકાશી દ્રશ્યો સામે આવ્યા

આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)  અંતગર્ત દેશભરમાં ત્રિરંગા યાત્રા(Tiranga Yatra)  કાઢવામાં આવી રહી છે..ત્યારે ખેડાના નડિયાદમાં પણ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 10:52 PM

આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)  અંતગર્ત દેશભરમાં ત્રિરંગા યાત્રા(Tiranga Yatra)  કાઢવામાં આવી રહી છે..ત્યારે ખેડાના નડિયાદમાં પણ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. નડિયાદમાં(Nadiad)  યોજાયેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રાના આકાશી દ્રશ્યો સામે આવ્યાં છે.જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલના જન્મસ્થાને યાત્રા પૂર્ણ થઇ હતી. આ યાાત્રામાં સમગ્ર શહેર રાષ્ટ્રભકિતમાં તરબતર બન્યુ છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે ગાંધીનગરમાં હર ઘર તિરંગા અભિયાનમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા . જેમાં સચિવાલયના પૂર્વ અધિકારી, કર્મચારી અને ભાજપ કાર્યકરો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે તિરંગો પહોંચાડવાનું અભિયાન હાથ ધરાયું..ગૃહ રાજ્ય પ્રધાન, ગાંધીનગરના મેયર અને અન્ય પદાધિકારીઓ તિરંગા બાઈક રેલીમાં પણ જોડાયા હતા.રાષ્ટ્રધ્વજ સામાન્ય લોકો દિવસ-રાત ફરકાવી શકે તે માટે નિયમોમાં પણ ફેરફાર કરાયો છે.તિરંગાનું માન-સન્માન જાળવવા તમામ લોકોએ તકેદારી રાખવી જોઈએ.તિરંગાનું અપમાન ન થાય તે જોવાની આપણા સૌની ફરજ છે.હર્ષ સંઘવીએ કહ્યું જે લોકો 15 ઓગસ્ટ બાદ તિરંગો પરત આપવા માગે તેના માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવાશે.

હર ઘર તિરંગા અભિયાન શહીદોને સલામી આપવાનો કાર્યક્રમ છે, તેમ જણાવતા હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, આપણો તિરંગાની શાન માત્ર દેશમાં નહીં પણ દુનિયામાં પણ લહેરાઇ રહી છે. વિદેશની ધરતી ઉપર તાજેતરમાં થયેલા યુદ્ધમાં ફસાયેલા બીજા દેશના છાત્ર તિરંગો લહેરાવતા સલામત બચી ગયો હોવાની ઘટના આપણી નજર સમક્ષ છે, આ વાત તિરંગાનું ગૌરવગાન કરે છે. નવા ભારતના નિર્માણ માટે સૌ કોઇ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય તેવું આહ્વાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત સોમવારે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્ય સરકારે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી વિરાટ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં અહીંના પોલો ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવી તેઓ પણ સાથે આ પદયાત્રામાં સામેલ થયા હતા.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">