AHMEDABAD : સાબરમતી નદીને પ્રદૂષિત કરનારા ઔદ્યોગિક એકમો પર કડક કાર્યવાહી કરવાની ગુજરાત હાઈકોર્ટે ચેતવણી આપી

Gujarat High Court : હાઈકોર્ટે કહ્યું કે સાબરમતી નદી અને રિવરફ્રન્ટનું આપણે ગૌરવ લઇએ છીએ, તેમાં દૂષિત પાણી છોડાતું હોય તે ચલાવી લેવાશે નહીં.

AHMEDABAD : સાબરમતી નદીને પ્રદૂષિત કરનારા ઔદ્યોગિક એકમો કડક કાર્યવાહી કરવાની ગુજરાત હાઈકોર્ટે ચેતવણી આપી છે. સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા ટ્રીટમેન્ટ વગર પાણી છોડવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આવા એકમો સામે લાલ આંખ કરી છે. ટ્રીટમેન્ટ વગરનું પાણી નદીમાં છોડવાના મુદ્દે હાઈકોર્ટે આકરુ વલણ દાખવતા કહ્યું કે નદીને પ્રદૂષિત કરનારા ઔદ્યોગિક એકમોને છોડવામાં નહી આવે. હાઈકોર્ટે કહ્યું એક એકના કાન આમળીને સીધા કરવામાં આવશે. અ સાથે જ હાઈકોર્ટે રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડને કડક પગલાં લેવા આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે કોર્ટમિત્ર હેમાંગ શાહ સ્વતંત્ર રીતે ઇન્ડસ્ટ્રીઝનું ઇન્સ્પેક્શન કરી શકશે અને સાથે જ કોર્ટના બન્ને જજીસ પણ ઓચિંતિ મુલાકાત કરશે તેવા પણ સંકેત આપ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે સાબરમતી નદી અને રિવરફ્રન્ટનું આપણે ગૌરવ લઇએ છીએ, તેમાં દૂષિત પાણી છોડાતું હોય તે ચલાવી લેવાશે નહીં.

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati