ગુજરાત હાઇકોર્ટનું ધાનેરા પોલીસ સામે આકરું વલણ, પ્રેમી યુવકના શંકાસ્પદ મોત કેસમાં FIR ન નોંધવા બદલ તપાસનો આદેશ

મહત્વનું છે કે મૃતક યુવકના પરિવારજનોએ યુવકના આપઘાતના કેસમાં પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે ફરજમાં બેદરકારી બદલ પોલીસ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 5:21 PM

શંકાસ્પદ મોતના મામલે તપાસમાં ઢીલાઈ રાખવા બદલ ગુજરાત હાઈકોર્ટે ધાનેરા પોલીસ સામે આકરૂ વલણ દાખવ્યું છે. એક વર્ષ પહેલા ધાનેરામાં પ્રેમલગ્ન કરેલા યુગલમાંથી યુવકનો મૃતદેહ ઝાડ પર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.જે બાબતે આત્મહત્યાની દુષપ્રેરણા કે હત્યાનો ગુનો બન્યો હોવા છતાં FIR ન નોંધવા બદલ ધાનેરા પોલીસ સામે હાઇકોર્ટે તપાસનો આદેશ કર્યો છે. ફરજમાં બેદરકારી બદલ ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠાના એ.એસ.પી. અને બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડાની સામે હાઇકોર્ટે કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. અને સમગ્ર કેસની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપી છે.

મહત્વનું છે કે મૃતક યુવકના પરિવારજનોએ યુવકના આપઘાતના કેસમાં પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે ફરજમાં બેદરકારી બદલ પોલીસ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

નોંધનીય છેકે ધાનેરાના ભાટીબ ગામના રહેવાસી 22 વર્ષના ચંદુ ખાભુ નામના યુવકે જાડી ગામની દલિત યુવતીને ભગાડીને પ્રેમલગ્ન કર્યા હતા. આ મામલે જાડી ગામના યુવતીના પરિજનોએ ભાટીબ ગામના યુવકના પરિજનો સાથે ઘર્ષણ થયું હતું. અને યુવતીને પરિવારજનો પોતાના ઘરે લઇ ગયા હતા.આ બાદ મોબાઇલ પર કોઇ વ્યક્તિનો ફોન આવતા યુવક ઘરેથી નીકળ્યો હતો. ત્યારે બાદ યુવકની ઝાડ પર ફાંસો ખાંધેલી હાલમાં લાશ મળી હતી. જોકે યુવકની હત્યા થઇ કે આત્મહત્યા તે સવાલ હજુ અકબંધ છે.

આ પણ વાંચો : ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન: તારક મહેતાની ટીમે ભીની આંખે નટુકાકાને આપી અંતિમ વિદાય

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">