રાજ્યના પ્રથમ લવ જેહાદ કેસના તમામ આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે આપી રાહત, જાણો સમગ્ર મામલો

રાજ્યમાં લવ જેહાદનો કાયદો બન્યા બાદ, વડોદરામાં પ્રથમ લવ જેહાદ કેસ નોંધાયો હતો. જેના તમામ આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરવા ખુદ ફરિયાદીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

વડોદરામાં નોંધાયેલા રાજ્યના પ્રથમ લવ જેહાદ કેસના તમામ આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. અને કેસના તમામ 7 આરોપીઓના હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં યુવતીએ સોગંદનામું કરીને પતિ વિરુદ્ધ શારીરીક માનસિક ત્રાસ ગુજારવાની ફરિયાદ કરી હતી. જેમાં આરોપીઓ સામે ફરિયાદી યુવતીએ ડરાવી, ધમકાવી લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરાવ્યાનો આરોપ લાગાવ્યો હતો. ફરિયાદ બાદ ગોત્રી પોલીસે રાજ્યનો પ્રથમ લવ જેહાદ હેઠળ ગુનો નોંધીને મુખ્ય આરોપી સમીરના માતા-પિતા, કાઝી સહીત સાત લોકોની ધરપકડ કરી હતી. જોકે આ કેસમાં આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરવા ખુદ ફરિયાદીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેના આધારે કોર્ટે તમામ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.

તમને જણાવી દઈએ કે 5 જૂનથી રાજ્યમાં લવ જેહાદના કાયદાનો અમલ શરૂ થયો છે. જેના 2 દિવસ બાદ 17 જૂને આ કાયદા અંતર્ગત પ્રથમ FIR વડોદરા ખાતે નોંધાઇ હતી. આ બાબતે વડોદરામાં રહેતી એક યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહ્યું હતું કે તેના પતિએ મુસ્લિમ હોવાની ઓળખ છુપાવી તેની સાથે મૈત્રી બાંધી હતી. અને પ્રેમમાં પાડીને લગ્ન કર્યા હતા. જોકે ફરિયાદીએ હવે FIR રદ કરી છે. અને પતિને જામીન મળે તે માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Surat: ફ્લાઈટો શરૂ થતાં જ સુરતી ઘારીની ‘ડિમાન્ડ’ વધી, વિદેશોથી ઓર્ડર આવવાના શરૂ

આ પણ વાંચો: હીનાએ આસ્થા ટીમને કહ્યું હતું ‘પ્રેમીથી મને સલામતી લાગતી નથી’, હીના હત્યા કેસમાં ચોંકાવનારો ભૂતકાળ સામે આવ્યો

Click on your DTH Provider to Add TV9 Gujarati