નવા આરોગ્યમંત્રીને સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાતમાં અનેક ફરિયાદો મળી,નિરાકરણનું આશ્વાસન

ગુજરાતના નવનિયુક્ત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મંગળવારે સોલા સિવિલ હોસ્પિટલની પ્રથમ વખત મુલાકાત લીધી.

ગુજરાતના(Gujarat)નવનિયુક્ત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે(Rishikesh Patel) મંગળવારે સોલા સિવિલ હોસ્પિટલ(Sola Civil Hospital) ની પ્રથમ વખત મુલાકાત લીધી.પરંતુ આ ઔપચારિક મુલાકાતમાં દર્દીઓ અને તેના સગા-સંબંધીઓ ફરિયાદોના બાણ ચલાવશે તેની કદાચ આરોગ્ય પ્રધાનને ખબર નહીં હોય.

લોકોએ સ્ટાફની વતૂર્ણંક અને હાજરી, હોસ્પિટલમાં ગંદકીના ઢગલા અને ઉભરાતી ગટરો તથા લિફ્ટ અને ટોયલેટની સમસ્યાઓ વિશે મોકળા મને આરોગ્ય પ્રધાનને ફરિયાદો કરી.જયારે ચારેબાજુથી દર્દીઓ અને તેના સંબંધીઓ ફરિયાદો કરતા રહ્યા.

પરંતુ આરોગ્ય પ્રધાને આખરે આપ્યો તો સરકારી જવાબ જ દર્દીઓ અને લોકોની ફરિયાદોને તો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગંભીરતાથી ન લીધી. આરોગ્ય પ્રધાન તો આ તમામ અગવડો અને દુવિધાઓને નાની અને સામાન્ય બાબત ગણી રહ્યા છે, સરકારી આશ્વાસન પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો : યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ, મંદિરના પગથિયાં પરથી ધોધ વહેતા થયા

આ પણ વાંચો :  RAJKOT : વ્યાજખોરીના ત્રાસમાં સોની વેપારીએ જીવન ટુંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં 8 વ્યાજખોરોનો ઉલ્લેખ

Click on your DTH Provider to Add TV9 Gujarati