કોરોનામાં વાલી ગુમાવનાર અરજદારને રાહત, મકાનની જપ્તી પર હાઈકોર્ટે લગાવી રોક

કોરોનામાં વાલી ગુમાવનાર અરજદારને રાહત, મકાનની જપ્તી પર હાઈકોર્ટે લગાવી રોક

| Edited By: | Updated on: Jan 26, 2024 | 5:24 PM

બાળકના પિતાએ મકાન માટે 2015માં 27 લાખની લોન લીધી હતી ત્યાર બાદ કોરોના કાળમાં માતા-પિતાનું અવસાન થતા 17 વર્ષીય કિશોર અનાથ થયો હતો. લોન ન ચુકવાતા SBIએ બાળક અને તેનાપાલક વાલીને મિલકત જપ્તી માટે નોટિસ મોકલી હતી. આ નોટિસ પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી છે.

કોરોનાની બીજી લહેરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. બાળકના પિતાએ મકાન માટે 2015માં 27 લાખની લોન લીધી હતી ત્યાર બાદ કોરોના કાળમાં માતા-પિતાનું અવસાન થતા 17 વર્ષીય કિશોર અનાથ થયો હતો. લોન ન ચુકવાતા SBIએ બાળક અને તેનાપાલક વાલીને મિલકત જપ્તી માટે નોટિસ મોકલી હતી.

આ નોટિસ પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી છે. બેંકોની રિકવરીને લઈ ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું કે બેંક માનવતાના ધોરણો ભૂલી રહી છે. અરજદાર કમાતો પણ થયો નથી ત્યારે તેની પુખ્તતાનો ગેરલાભ ઉઠાવવો વાજબી નથી. અરજદાર યુવક હાલ બેંગ્લોરમાં અભ્યાસ કરે છે. હાઈકોર્ટે મકાન જપ્તી પર રોક લગાવી બેંકને નોટિસ ઈશ્યૂ કરી છે.

આ પણ વાંચો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ મોટું અપડેટ, ભિવંડીના અંજુર-ભરોડીમાં ટૂંક સમયમાં ડેપોનું બાંધકામ થશે શરૂ