ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે આંદોલન પોલીસ કર્મીઓને ભારે પડ્યું, કાર્યવાહી શરૂ કરાઇ

ગુજરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના આદેશથી 24 કલાકમાં 229 પોલીસ કર્મીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ છે. પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની નોટિસો છુટવાનું શરૂ થઈ ગયું હતુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 10:19 AM

ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પે(Police Grade Pay)બાબતે શરૂ થયેલુ પોલીસ આંદોલન(Agitation)માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામા પુરુ થયુ છે. પોલીસના ગ્રેડ-પે આંદોલનને ઠારવા ડિવાઈડ એન્ડ રૂલ શરૂ થતા આંદોલન ઠરી ગયું છે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવતા પોલીસ કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓએ પ્રાથમિક તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના આદેશથી 24 કલાકમાં 229 પોલીસ કર્મીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ છે. પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની નોટિસો છુટવાનું શરૂ થઈ ગયું હતુ. સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરમાર્ગે દોરનારા પોલીસ કર્મચારીઓ સહિતના વ્યક્તિઓ સામે 6 જેટલી FIR પણ વધી હતી.

અત્યાર સુધીમાં રાજ્યમાં 27 વ્યક્તિઓ સામે પોલીસને ગેરમાર્ગે દોરવા સબબ ફોજદારી ગુના નોંધાયા હતા.એવામાં આ પ્રકારે આડેધડ ઈન્કવાયરીના આદેશોથી પોલીસ કર્મચારીઓમાં ભારે રોષ ભભુક્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat) પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) મુદ્દે પાંચ સભ્યોની કમિટી (Committee) બનાવવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પોલીસ ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલી માંગણી બાદ રાજ્ય પોલીસ વડાએ(DGP) આશિષ ભાટિયાએ આ મુદ્દાના ઉકેલ માટે પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે. આ પૂર્વે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારના સભ્યો સાથે બેઠક કરી હતી. તેમજ તેની બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેમના નિવાસ સ્થાને બેઠક કરી હતી.

ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ આઇજી બ્રિજેશ ઝા રહેશે. આ કમિટીમાં કુલ પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે.

આ પણ વાંચો : વડોદરામાં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં, મીઠાઇ ફરસાણની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 1 નવેમ્બરના રોજ કુંડળ સ્વામીનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">